અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad) આવેલા જૈન ચવાણા માર્ટના (Jain Chavana mart) માલિકને દિવાળીના પર્વ નિમિતે થયેલ વકરો ગણવો ભારે પડ્યો છે. પૂર્વ કર્મચારીએ ઘરમાં ઘુસીને પથ્થરના એક પછી એક એમ પાંચથી છ ઘા મારીને વૃદ્ધ વેપારીને લોહી લુહાણ કરી રૂપિયા અઢી લાખની લુંટ (Loot of Jain chavan mart Owner) ચલાવી લુંટારૂ ફરાર થઈ ગયો છે. જૈન ચવાણા માર્ટના માલિક ગણેશભાઈ જૈને પોલીસ ફરિયાદ આપી છે કે શનિવારે રાત્રિના સાડા આઠ વાગ્યા ની આસપાસ તેઓ દુકાનનો વકરો રૂપિયા સત્યાવીસ હજાર લઈને તેમનું જૂનું મકાન છોટાલાલની ચાલી દિલ્હી દરવાજામાં ગયા હતા.
જ્યાં અગાઉ થયેલ વકરો થઈને કુલ લગભગ અઢી લાખ જેટલા રૂપિયા લઈને ગણી રહ્યા હતા અને અલગ અલગ દરની નોટો અલગ કરતા જતા. ત્યારે તેમની દુકાનમાં અગાઉ નોકરી કરતા વિજયસિંહ ચૂંડવત નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને હાથમાં પથ્થર લઈને રૂમમાં ઘુસી ગયો હતો અને બીભત્સ ગાળો બોલીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં એક પછી એક એમ પાંચ થી છ ઘા માથામાં મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને નીચે પટકાયા હતા.
આ વખતે આરોપી વિજય સિંહ રૂપિયા લઈને પલાયન થઈ ગયો હતો. જો કે ફરિયાદીએ હિમંત કરીને તેમના પૌત્ર ને ફોન કરીને બોલાવ્યા હતા. અને બાદ માં પોલીસ ને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
હાલ માં પોલીસ એ ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી એક વર્ષ અગાઉ ફરિયાદી ની શાહીબાગ ખાતે આવેલ બ્રાન્ચમાં નોકરી કરતો હતો અને કેશ કાઉન્ટર સાંભળતો હતો. જો કે તેનું વર્તન સારું ના હોવાથી તેને નોકરી માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
આમ દિવાળીના રાત્રે જ અમદાવાદના હાર્દ સમા ગમાતા દિલ્હી દરવાજા જેવા વિસ્તારમાંથી એક વૃદ્ધ વેપારી સાથે લૂંટની ઘટનાએ સનસની મચાવી દીધી છે. જોકે, લૂંટ કરનાર શખ્સ જાણીતો જ હોવાના કારણે પોલીસ પૂર્વ કર્મચારી સાથેનો સંપર્ક ધરાવતા અન્ય રાજસ્થાની કારીગરોની તપાસ કરી અને તેનો પતો મેળવી લેશે તેમાં પણ બે મત નથી પરંતુ પર્વ નિમીતે પૈસા ગણી રહેલા વેપારીને જોઈને પૂર્વ કર્મચારીએ ખેલેલો ખૂની ખેલ લાલબત્તી સમાન છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર