અમદાવાદ : હીરાબજારમાં ફાયરિંગ સાથે લૂંટ, 6.71 લાખની લૂંટના દિલધડક દૃશ્યો CCTVમાં કેદ

News18 Gujarati
Updated: January 17, 2020, 8:07 AM IST
અમદાવાદ : હીરાબજારમાં ફાયરિંગ સાથે લૂંટ, 6.71 લાખની લૂંટના દિલધડક દૃશ્યો CCTVમાં કેદ
બાપુનગરની પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારીની મોડી રાત્રે લૂંટ

અમદાવાદના બાપુનગર વિસ્તારની ઘટના, એક એઠવાડિયામાં અમદાવાદ શહેરમાં ફાયરિંગ સાથે લૂંટના બે બનાવોથી હાહાકાર

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો એક અઠવાડિયા પહેલાં જ ઓઢવ વિસ્તારમાં આવેલા હિરા બા જ્વેલર્સમાં ફાયરિંગ સાથે લાખો રૂપિયાના સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી ત્યારે ફરી એક વાર ફાયરિંગ સાથે લૂંટની ઘટના બની છે. જોકે, આ વખતે વિસ્તાર અમદાવાદ શહેરનો પૂર્વનો ધમધમતો વેપારી ઇલાકો બાપુનગર છે અને સમય મોડી રાત્રીનો છે. બે શખ્સોએ હવામાં ફાયરિંગ કરી અને બાપુનગરના હીરાબઝારમાં રૂપિયા 6.71ની લૂંટ ચલાવી છે. બાપુનગરમાં આવેલા પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી સામે ફાયરિંગ કરી અને લૂંટ ચલાવવામાં આવી છે.

આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારી સામે આવી અને હવામાં ફાયરિંગ કર્યુ હતું. એક્ટિવા પર આવેલા બે પૈકીના એક ચાલકે હવામાં ફાયરિંગ કરી અને આંગડિયા પેઢીના કર્મચારીઓના હાથમાંથી હીરાના પાંચ પેકેટ ઝૂંટવી લીધા હતા. આરોપીઓ રૂપિયા 6.71 લાખની લૂંટ મચાવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે.

CCTVના દૃશ્યોમાં ભાગી રહેલા આરોપીઓ જોવા મળે છે.


બનાવની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારના હીરા બઝારમાં કાર્યરત પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી જીગ્નેશ સુતરિયા પેઢીને વધાવી અને રાત્રે પરત જઈ રહ્યા હતા. દરમિયાન એક્ટિવા પર આવેલા બે શખ્શોએ હવામાં ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ આરોપીઓએ સુતરિયાના હાથમાંથી પેકેટ ઝૂંટવી અને ફરાર થઈ ગયા હતા. લૂંટના દિલધડક દૃશ્યો CCTVમાં કેદ થયા છે.

આ પણ વાંચો :  3 દિવસ કોલ્ડવેવની આગાહી, દરિયા કિનારાનું તાપમાન પણ ઘટી રહ્યું છે

આરોપીઓના પાછળ લોકોનું ટોળુ પણ દોડ્યું હતું.
આ મામલે ACP એન.એલ. દેસાઈએ જણાવ્યું હતું કે 'બાપુનગરની પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારી પાર્સલ લઈને ભાવનગર જઈ રહ્યા હતા. દરમિયાન બે આરોપીએ થેલો ખેંચવાની કોશિષ કરી હતી. કર્મચારી થેલો લઈને ભાગેલા આરોપીઓ પાછળ દોડ્યો ત્યારે આરોપીઓએ ફાયરિંગ કર્યુ હતું.

આરોપીઓએ ફાયરિંગ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી


અઠવાડિયામાં બે ઘટના

આ ઘટના બનતા જ અમદાવાદમાં ફાયરિંગ સાથે લૂંટના એક અઠવાડિયામાં બે બનાવો થયા છે. અગાઉ ગત 8મી તારીખે ઓઢવામાં લૂંટ થઈ હતી. ઓઢવમાં હિરા બા જ્વેલર્સની દુકાનમાં લૂંટારુઓ ત્રાટકીને ફાયરિંગ કરીને લાખો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો. ઓઢવમાં રબારી વસાહત પાસે આવેલ હિરાબા જવેલર્સમાં ગઇકાલે દુકાનદાર સહિત ચાર લોકો હાજર હતા તે સમયે બે લૂંટારૂઓ ગ્રાહકનાં સ્વાંગમાં આવીને સોનાની ચેઇન માંગી હતી. આ દરમિયાન લૂંટારૂઓ ત્યાં આવી પહોંચતાદુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી રૂપિયા 3 લાખ 51 હજાર રોકડા સહિત 200 ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
First published: January 17, 2020, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading