ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં લૂંટ અને ચોરી, 11 મંદિરમાં ધાડ

News18 Gujarati
Updated: February 25, 2019, 9:25 AM IST
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં લૂંટ અને ચોરી, 11 મંદિરમાં ધાડ
ચોરીનું ભોગ બનેલું મંદિર

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં ચોરી,લૂંટ થઇ છે. આ એજ દર્શાવે છેકે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી કેવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સામાન્ય રીતે ગુજરાતમાં લૂંટ, ચોરી, ખૂન, દુષ્કર્મ જેવી ઘટનાઓના વધારે પ્રમાણમાં બની રહે છે. ખાસ કરીને ચોરી અને લૂંટના બનાવોએ તો માજા મૂકી હોય એમ રોજે રોજ ગુજરાતમાં ક્યાંકના ક્યાંક આવી ઘટનાઓ બને છે. ચોરો ઘર અને દુકાનને તો પોતાનું બનાવ છે. એટલું જ નહીં ચોરો ભગવાનને પણ છોડતા નથી.

હવે ચોરોને ઘર અને દુકાનો કરતા મંદિરોમાં ચોરી કરવામાં વધારે રસ હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં ચોરી,લૂંટ થઇ છે. આ એજ દર્શાવે છેકે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી કેવી છે.

રાજ્યમાં ચોરી,લૂંટ,ઘાડના કિસ્સા વધી રહ્યાં છે.પણ હવે તસ્કરોએ મંદિરોને ટાર્ગેટ બનાવ્યા છે. આ વાત ખુદ સરકારે પણ સ્વિકારી છે. વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી છેકે, વર્ષ 2014-15થી માંડીને વર્ષ 2017-18 સુધીમાં મંદિરોમાં ચોરી થઇ હોય તેવી કુલ ૬૧૪ ઘટનાઓ બની છે.

આ ઉપરાંત મંદિરોમાં લૂંટ થઇ હોય તેવી 13 કિસ્સા બન્યાં છે. પાંચ વર્ષના શાસનકાળમાં 11 મંદિરોમાં ધાડ પડી હતી. આમ,કુલ મળીને મંદિરોમાં ચોરી,ધાડ અને લૂંટ થયાની 638 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ લગ્નના બીજા દિવસે લૂંટેરી દુલ્હીન છૂમંતર, દુલ્હાનો આપઘાત

મંદિરોમાં 634 ચોરી,લૂંટ અને ધાડની ઘટનાઓ બની તેમાં તસ્કરો રૃા.64,84,336 રોકડ લઇ ગયા હતા જયારે રૃા.2,66,24,845ની રકમનો મુદ્દામાલ પણ ઉઠાવી ગયા હતાં. ચોરોએ મંદિરોમાં સોના ચાંદીની મૂર્તિ,ઘરેણાં ઉપરાંત દાનપેટી સુધ્ધાની ચોરી કરી હતી.સરકારે દાવો કર્યો છે કે,મંદિરોમાં ચોરી,લૂંટની ઘટનાઓમાં પોલીસે કુલ મળીને 511 તસ્કરોની અટકાયત કરી છે. ભાજપના શાસનમાં પોલીસ મંદિરોની સુરક્ષા કરવામાં ય સરેઆમ નિષ્ફળ ગઇ છે તે વાત પ્રસ્થાપિત થઇ છે.
First published: February 25, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading