અમદાવાદઃ  PUC સર્ટીફીકેટ કઢાવવા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી

News18 Gujarati
Updated: September 11, 2019, 6:52 PM IST
અમદાવાદઃ  PUC સર્ટીફીકેટ કઢાવવા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી
PUC લાઇનોની તસવીર

નવા નિયમ પ્રમાણે જો પીયુસી સર્ટી ફીકેટ નહિ હોય તો પ્રથમ 100 અને બીજીવાર પકડાવ તો 500 રુપિયા સુધીનો દંડ છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ ટ્રાફિકના નવા નિયમોની જાહેરાત આખરે રાજ્ય સરકારે કરી દીધી છે. જેથી હવે અમદાવાદ (Ahmedabad) વાસીઓએ ટ્રાફિકના નિયમોના પાલન માટે તૈયાર રહેવું પડશે તે પણ નક્કી છે તેવામાં શહેરના વિવિધ પીયુસી સેન્ટરો પર પીયુસી સર્ટીફીકેટ  (PUC)કઢાવવામાં વાહનચાલોકની લાંબી લાઈનો લાગી હોવાના દ્રશ્યો ન્યુઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે ટ્રાફિકના નવા નિયમો જાહેર થતા પીયુસી સર્ટિફીકેટ કઢાવવામાં વાહનચાલકો લાગી ગયા છે. જેને લઈને શહેરના વિવિધ પીયુસી સેન્ટર પર વાહનોની લાંબી કતારો લાગી છે. અને સવારથી જ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ લોકોનો નંબર આવી રહ્યોં છે.

નવા નિયમ પ્રમાણે જો પીયુસી સર્ટી ફીકેટ નહિ હોય તો પ્રથમ 100 અને બીજીવાર પકડાવ તો 500 રુપિયા સુધીનો દંડ છે. જેને લઈને વાહનચાલકોએ ટ્રાફિકના નિયમના પાલનની સાથે તમામ દસ્તાવેજો પણ એકત્રિત કરવાનું શરુ કરી દીધુ છે. શહેરના એસ.જી. હાઈવે પર આવા જ એક પીયુસી સેન્ટર પર ટુવ્હીલર અને ફોર વ્હીલર લાંબી કતાર જોવા મળી હતી.

શહેરના તમામ પીયુસી સેન્ટર પર લાંબી લાઈનો હોવાનું વાહનચાલકો જણાવી રહ્યાં છે એટલુ જ નહિ પીયુસી સર્ટીફીકેટ કઢાવવા આવેલા ભાવિક ઠક્કર નામના વાહનચાલકે જણાવ્યું કે એક દોઢ કલાકથી લાઈનમાં ઉભા રહ્યાં બાદ નંબર આવી રહ્યોં છે. જો કે પીયુસી સેન્ટર પર પીયુસી કઢાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી. લોકો પાસે ઘર ચલાવવાના પૈસા નથી તેવામાં આટલો દંડ કેવી રીતે ભરી શકશે અને તમામ દસ્તાવેજો હશે તો પણ ટ્રાફિક પોલીસ તમને છોડી દેશે તે માનવું યોગ્ય નથી.

બીજીતરફ ટ્રાફિકના નિયમોને (traffic rules) લોકોએ આવકાર્યા છે પરંતુ લોકોએ સવાલો પણ ઉઠાવ્યા છે કે માત્ર નિયમો આમજનતા પુરતા સીમીત ના રહે અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ તેમજ રાજકીય નેતાઓ પણ તેનો અમલ કરે તેવી રજુઆત પણ જનતાએ ન્યુઝ 18 ગુજરાતીના માધ્યમથી કરી છે.
First published: September 11, 2019, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading