લંડનમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનની અમદાવાદમાં એન્ટ્રી, ચાર દર્દી SVP હૉસ્પિટલમાં દાખલ

લંડનમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનની અમદાવાદમાં એન્ટ્રી, ચાર દર્દી SVP હૉસ્પિટલમાં દાખલ
હાલ આ ચારેવ દર્દીઓને શહેરની એસવીપી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.

હાલ આ ચારેવ દર્દીઓને શહેરની એસવીપી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.

 • Share this:
  બ્રિટન (UK)માં આવેલા કોરોના વાયરસ (Corona Virus)ના નવા સ્ટ્રેને (UK corona new strain) ધીરે ધીરે ભારતમાં (India) પગપેસારો કરી દીધો છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં અનેક કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે હવે અમદાવાદમાં (Ahmedabad) પણ બ્રિટનના નવા સ્ટ્રેનની એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યાં છે. લંડનથી અમદાવાદ આવેલા અને કોરોના પોઝિટિવ દર્દીઓમાં લંડન સ્ટ્રેન જોવા મળ્યો છે. હાલ આ ચારેવ દર્દીઓને શહેરની એસવીપી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. 23 તારીખે 175 મુસાફરો લંડનથી અમદાવાદ આવ્યાં હતા. અન્ય 6 દર્દીઓનાં આ ટેસ્ટનો રિપોર્ટ  પુણે લોબોરેટરીથી આવવાનાં બાકી છે. તે બાદ જ પિસ્થિતિ વધારે સ્પષ્ટ બનશે કે તેઓ પણ આ નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં.

  રાજકોટમાં પણ એક દર્દી શંકાસ્પદ  બ્રિટનથી રાજકોટ આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના અમીનમાર્ગ પર પંચવટી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય હિત ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  ગત 15 ડિસેમ્બરના રોજ હિત ઇંગ્લેન્ડથી પરત રાજકોટ આવ્યો હતો. કોરોનાના નવા સ્ટ્રેનના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઇ પુના લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના પણ સેમ્પલ મેળવી ટેસ્ટ કરવામાં આવશે. નવા સ્ટ્રેનની શંકા આધારે સેમ્પલ પુના મોકલવામાં આવ્યો છે.

  કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં ફક્ત ત્રણ રાજ્યમાં 1,000થી વધારે નવા કેસ નોંધાયા

  કોરોનાનો નવો સ્ટ્રેન વધારે ઘાતક

  બ્રિટનનો નવો કોરોના સ્ટ્રેન અંગે દિલ્હી (Delhi) એમ્સના (AIIMS) ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ (Dr. Randeep Guleria) નવા સ્ટ્રેન વિશે કહ્યું હતું કે, તે ખુબ જ ચેપી છે અને તેનાથી આપણે વધારે સાવધાની વર્તવાની જરૂર છે. ત્યારબાદ હવે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના આસિ. સુપરિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી (Dr. Rakesh Joshi)એ નવા સ્ટ્રેન વિશે એક નિવેદન આપ્યું છે. જેમા જણાવ્યું હતું કે, બ્રિટનનો કોરોના નવો સ્ટ્રેન ખુબ જ ઘાતક છે. કોરોનાના વાયરસ કરતા પણ નવા સ્ટ્રેનની તકેદારી ખૂબ જરૂરી છે. કોરોના મ્યુટેશનમા થયેલા ફેરફારના લીધે વધુ ચિંતાજનક લાગી રહ્યું છે. નવા સ્ટ્રેન પર સરકાર અને ડૉકટરોની પણ નજર છે. સ્ટ્રેનના લીધે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના કારણે દરેક લોકોને સતર્કતા રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

  ગીર સોમનાથ : માનવભક્ષી દીપડાએ 30 વર્ષનાં યુવાનને ફાડી ખાધો, પરિવાર નિરાધાર

  અમદાવાદમાં કોરોનાને કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે

  શુક્રવાર સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 734 કેસ નોધાયા છે. રાજ્યમાં વધુ 3 દર્દીના મોત નિપજ્યાં છે. દૈનિક મોતની સંખ્યા છેલ્લા 259 દિવસમાં સૌથી ઓછી નોધાઈ છે. આ પહેલા ગત 16મી એપ્રિલના રોજ રાજ્યમાં એક જ દિવસમાં બે દર્દીના મોત થયા હતા, ત્યાર બાદ બીજા દિવસે 17મી એપ્રિલે અમદાવાદમાં 4 અને રાજ્યમાં 5 દર્દીના મોત થયા હતા. એ પછી આ આંકડો સતત વધતો રહ્યો હતો.

  અત્યાર સુધીમા કોરોનાના કુલ કેસની સંખ્યા 2,45,722એ પહોચી ચુકી છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 4,309 નાગરીકોએ દમ તોડયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:January 02, 2021, 11:38 am

  ટૉપ ન્યૂઝ