Home /News /madhya-gujarat /નોટબંધી મામલે હંગામો, લોકસભા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

નોટબંધી મામલે હંગામો, લોકસભા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

નોટબંધી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષે આજે પણ હંગામો મચાવતાં અને વડાપ્રધાનના જવાબની માંગ કરતાં ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અટકી છે. બંને ગૃહોની કાર્યવાહી બપોર 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

નોટબંધી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષે આજે પણ હંગામો મચાવતાં અને વડાપ્રધાનના જવાબની માંગ કરતાં ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અટકી છે. બંને ગૃહોની કાર્યવાહી બપોર 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષે આજે પણ હંગામો મચાવતાં અને વડાપ્રધાનના જવાબની માંગ કરતાં ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અટકી છે. બંને ગૃહોની કાર્યવાહી બપોર 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટબંધીના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષો એક થયા છે. શિયાળું સત્રના પ્રારંભથી જ બંને સદનમાં કાર્યવાહી સ્થગિત થઇ રહી છે. આ સંજોગોમાં આજે પણ વિપક્ષના હોબાળા વચ્ચે બંને સદનોની કાર્યવાહી અટકી છે.

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષોએ નોટબંધીએ બ્લેક મની માટે નહીં પરંતુ ખાસ કરીને ચૂંટણી એજન્ડા હોવાને લઇને વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે વડાપ્રધાનના નિવેદનની માંગ કરતાં ગરમાગરમી સર્જાઇ હતી. આ જોતાં બંને સદનમાં બપોર 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

(ફાઇલ ફોટો)
First published:

Tags: કોંગ્રેસ, નોટબંધી, રાજ્યસભા, લોકસભા, વડાપ્રધાન, વિરોધ, હંગામો

विज्ञापन
विज्ञापन