કોંગ્રેસનું મિશન લોકસભા: રાહુલ ગાંધી ગુજરાતમાં 10 જનસભા સંબોધશે

News18 Gujarati
Updated: March 14, 2019, 3:03 PM IST
કોંગ્રેસનું મિશન લોકસભા: રાહુલ ગાંધી ગુજરાતમાં 10 જનસભા સંબોધશે
રાહુલ ગાંધીની પ્રતિકાત્મક તસવીર

રાહુલ ગાંધી આગામી દિવસોમાં ફરીથી ગુજરાત આવશે અને તેઓ અહીં 10 જનસભા સંબોધશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર અને રાજકીય રણનીતિ ઘડવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં CWCની બેઠક યોજી પ્રચારની શરૂઆત કરી હતી. આ બેઠક બાદ હવે ફરીથી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે તેવી માહિતી મળી રહી છે.

રાહુલ ગાંધી આગામી દિવસોમાં ફરીથી ગુજરાત આવશે અને તેઓ અહીં 10 જનસભા સંબોધશે. ખાસ કરીને તેઓ ગુજરાતના ચાર ઝોનમાં બે-બે સભા યોજશે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત આવી પાર્ટી માટે પ્રચાર કરશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની સાથે પ્રદેશના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ રાજ્યભરમાં 100થી વધુ જનસભાઓ ગજવશે. ગુજરાતના ખૂણે-ખૂણે જનસભા યોજી તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. આટલું જ નહીં, પ્રિયંકા ગાંધીને ફરી ગુજરાત આવવા માટે પ્રદેશ કોંગ્રેસે આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચો: લોકસભા ચૂટણી: ચેન્નાઈમાં રાહુલ ગાંધીએ કહ્યુ, 'મને સર નહીં ફક્ત રાહુલ કહો'

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ પહેલીવાર અમદાવાદમાં જનસંકલ્પ રેલીમાં જાહેર ભાષણ આપ્યું હતું. CWCની બેઠક માટે સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.
First published: March 14, 2019, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading