PSI વતી 80 હજાર રૂપિયાની લાંચ લેતો લોકરક્ષક રંગેહાથ ઝડપાયો


Updated: January 14, 2020, 3:46 PM IST
PSI વતી 80 હજાર રૂપિયાની લાંચ લેતો લોકરક્ષક રંગેહાથ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

દારૂનો કેસ નહીં કરવા માટે પીએસઆઇએ રૂપિયા બે લાખની માંગણી કરી હતી. જોકે અંતે રૂપિયા એક લાખ ત્રીસ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું

  • Share this:
અમદાવાદ: કેટલાય સમયથી એસીબી દ્વારા લાંચ સરકારી બાબુઓ સામે સકંજો કસ્યો હોવા છતાં કેટલાક સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં, અને એમાંય જો ગૃહ વિભાગની વાત કરવામાં આવે તો લાંચ માંગવાના કિસ્સામાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે હોય છે. તેમ છતાં અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોજબરોજ લાંચ લેવા ના કિસ્સામાં ઝડપાયેલા હોય છે. ત્યારે આજે એસીબીના વધુ એક છટકામાં પી.એસ.આઇ વતી લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ સી. વાય. બારોટે ચોથી જાન્યુઆરીએ એક્ટિવા ચાલકને પડ્યો હતો, જેમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. જોકે ફરિયાદી સામે દારૂનો કેસ નહીં કરવા માટે પીએસઆઇએ રૂપિયા બે લાખની માંગણી કરી હતી. અંતે રૂપિયા 130000 આપવાનું ફરિયાદી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જે લાંચની રકમ પૈકી રૂપિયા ૫૦ હજાર પહેલા ફરિયાદી દ્વારા આપી દેવામાં આવ્યા હતા.

હવે બાકીના 80000 રૂપિયા ફરિયાદીને ના આપવા હોવાથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. જેથી એસીબીએ પરિયાદ આધારે પીએસઆઈને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવી દીધુ, જોકે, પી.એસ.આઇ પોતે તો લાંચની રકમ સ્વીકારવા ન આવ્યો, પરંતુ તેના વતી લાંચ લોકરક્ષક લાંચની રકમ સ્વીકારવા આવ્યો હતો, જેવા પૈસા લોકરક્ષકે પકડ્યા તેવું જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો, આ મુદ્દે એસીબીએ લોકરક્ષકની ધરપકડ કરી, તેની અને પીએસઆઈ વિરુદ્ધ તપાશ કરૂ કરી છે.

લોકરક્ષક ઝડપાઈ ગયો હોવાની માહિતી મળતા જ પીએસઆઇ ફરાર થઈ ગયો છે. હાલમાં એસીબી દ્વારા પીએસઆઈને શોધવાની અને લોકરક્ષકની પુછપરછ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી, સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading