કોરોના કહેર વચ્ચે રાજ્યના 9 જિલ્લામાં તીડ ત્રાટક્યા, રાજસ્થાનમાં મોટું ઝુંડ સ્થિર થતા સરકાર સતર્ક

News18 Gujarati
Updated: May 22, 2020, 4:34 PM IST
કોરોના કહેર વચ્ચે રાજ્યના 9 જિલ્લામાં તીડ ત્રાટક્યા, રાજસ્થાનમાં મોટું ઝુંડ સ્થિર થતા સરકાર સતર્ક
ખાંભા પંથકમાં ખેડૂતોએ થાળીઓ વગાડીને તીડને ભગાડ્યા હતા.

અમરેલી ,બનાસકાંઠા ,પાટણ ,સુરેન્દ્રનગર ,મોરબી ,અમદાવાદ ,બોટાદ ,ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડ ના ઝુંડ જોવા મળ્યા

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં ફરી એક વાર તીડનું સંકટ આવ્યું છે. તીડના ટોળેને ટોળા રાજ્યના કેટલાક જિલ્લામાં ફરી વળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. દરમિયાન સરકારના કૃષિ નિયામકના જણાવ્યા મુજબ રાજ્યના 9 જિલ્લામાં તીડ જોવા મળ્યા છે. રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે અમરેલી ,બનાસકાંઠા ,પાટણ ,સુરેન્દ્રનગર ,મોરબી ,અમદાવાદ ,બોટાદ ,ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડ ના ઝુંડ જોવા મળ્યા છે. દરમિયાન રાજસ્થાનમાં પૂર્વ તરફ ફંટાતા સરકાર સક્રિય બની છે અને સતત રાજસ્થાન સરકાર સાથે સંપર્કમાં છે.

કૃષિ નિયામકે જણાવ્યું કે 'તીડના ટોળેને ટોળા રાજ્યના 9 જિલ્લામાં જોવા મળ્યા છે. રાજસ્થાનના અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર છે. આ તીડના ઝુંડ 200-500ની સંખ્યામાં હોવાની માહિતી છે. અગાઉ જે તીડ ત્રાટક્ય હતા તેની સંખ્યા 4 કરોડથી વધુ હતી. સરકાર રાજસ્થાન પ્રસાશન સાથે સતત સંપર્કમાં છે.'

અમરેલી : જિલ્લાના ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારની સીમમા પણ દેખાયુ તીડનુ ઝુંડ. કોરોનાની આફત વચ્ચે જગતનો તાત તીડના આક્રમણ થી પરેશાન. ડેડાણ,રાયડી, હાદસંગ તેમજ આસપાસમાં એકાએક તીડનુ ઝુંડ જોવા મળતા ખેડુતોમા ગભરાટ જોવા મળ્યું છે. ખેડૂતો વહેલી સવાર થી તીડ ને ઉડાડવા લાગ્યા.

આ પણ વાંચો :  સુરત : ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા, લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

અરવલ્લી : તીડ મામલે અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ સતર્ક થયું છે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં તીડ આક્રમણની શક્યતાને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા 28 ગામોમાં 10 ટિમો દ્વારા નિયંત્રણ કામગીરી હાથ ધરાઈ છે. ખેડૂતોને તીડ નિયંત્રણ અંગે તંત્ર દ્વારા માર્ગદર્શન અપાયું છે. જિલ્લામાં 19 હજાર હેકટર જમીનમાં કરાયું છે ઉનાળું વાવેતર. રણતીડ દેખાય તો જિલ્લાના કન્ટ્રોલ રૂમનંબર 02774 250030 ઉપર જાણ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો :  અમદાવાદ : Paytmનું KYC કરવાના બહાને લાખોની ઠગાઈ કરતા લૂંટેરાઓથી ચેતજો, બે ચેતવણીરૂપ કિસ્સાદરમિયાન દિવસભર રાજ્યના ધંધુકા, બનાસકાંઠા, અને મહેસાણા પંથકમાં તીડનો તરખાટ જોવા મળ્યો હતો. એક બાજુ ખેડૂતો કોરોના અને ઉનાળું પાકને લઈને ચિંતિત છે તેવામાં પાકિસ્તાન અને રાજસ્થાનથી ત્રાટકેલા આ તીડે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે.
First published: May 22, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading