Home /News /madhya-gujarat /

રાજ્યમાં 70% ઉદ્યોગો શરૂ થયા, કેન્દ્ર પાસે લૉકડાઉનમાં વધુ છૂટ માટે રજૂઆત કરીશું : નીતિન પટેલ

રાજ્યમાં 70% ઉદ્યોગો શરૂ થયા, કેન્દ્ર પાસે લૉકડાઉનમાં વધુ છૂટ માટે રજૂઆત કરીશું : નીતિન પટેલ

નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર

લૉકડાઉન4.0 પહેલાં નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, ગઈકાલે પણ કહ્યું હતું કે 'કોરોના કોરોના કરીને ઘરે બેસી ન રહેવાય'

    અમદાવાદ : રાજ્યમાં એક તરફ આજથી અમદાવાદ શહેરની 8 દિવસની 'તાળાબંધી' ખૂલવા જઈ રહી છે તો બીજી બાજુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે 'રાજ્યમાં 70 ટકા ઉદ્યોગો શરૂ થઈ ગયા છે અને વહેલીતકે અન્ય ઉદ્યોગો શરૂ કરવા માટે છૂટછાટ મેળવવા માટે કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવશે. ' ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે પણ નીતિન પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'કોરોના કોરોના કરીને ઘરમાં બેસી રહેવું પોસાય એમ નથી. કોરોના સાથે આગળ વધવું પડશે.'

    દરમિયાન અમદાવાદ શહેરની એક અઠવાડિયાની તાળાબંધી આજે ખૂલવા જઈ રહી છે. અગાઉ પણ ગુજરાત સરકારે વેપાર ધંધા ઉદ્યોગોને ઘણી છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના કારખાનાઓ શરૂ કરાવવા માટે બે દિવસ પહેલાં જ મોટો નિર્ણય લઈ અને રાજકોટના ઉદ્યોગો શરૂ કરાવી દીધા છે. દરમિયાન હવે નાયબ મુખ્યમંત્રી પણ કોરોના સામેની લડાઈ કેવી હશે તેનો ચિતાર આપી રહ્યા છે.

    આ પણ વાંચો :  અમદાવાદ : આજથી કેટલી છૂટ મળશે? ગ્રાહકો-વેપારીઓએ કયા નિયમ પાળવા પડશે?

    નવારંગરૂપ સાથે આવશે લૉકડાઉન4.0

    અગાઉ રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 'લૉકડાઉન4.0 નવા રંગરૂપ સાથે ગતિવાળું હશે. લૉકડાઉનના ચોથા ચરણમાં સરકાર અનેક છૂટછાટ આપવા માંગે છે. દેશમાં થઈ રહેલા પારાવાર આર્થિક નુકશાન સામે હવે ટકી રહેવા માટે જાનભી અને જહાનભીના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારત અભિયાન પણ વેગવંતુ બનશે. 20 લાખ કરોડના આર્થિક પેકેજના તેજીલા અશ્વ પર સવાર થઈને દેશના અર્થતંત્રને પાટે ચડાવવા માટે સરકારે કવાયત હાથ ધરી હોય તેવું જણાઈ રહ્યું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Lockdown4, Permission, ગુજરાત, નિતિન પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन