લોકડાઉન! ગુજરાતમાંથી પરપ્રાંતિઓને લઈને બે ટ્રેનો રવાના, રવિવારે વધુ ત્રણ ટ્રેનો જશે

લોકડાઉન! ગુજરાતમાંથી પરપ્રાંતિઓને લઈને બે ટ્રેનો રવાના, રવિવારે વધુ ત્રણ ટ્રેનો જશે
પ્રદિપસિંહ જાડેજા ફ્લેગઓફ તસવીર

આ બંને ટ્રેનો પૈકી એક ટ્રેન અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ છે જ્યારે એક ટ્રેન સુરતથી ઓડિસા જવા માટે રવાના થઈ છે.

 • Share this:
  અમદાવાદઃ કોરોના વાયરસના પગલે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન અમલમાં છે. આવી સ્થિતિમાં લાખો પરપ્રાંતિઓ ગુજરાતના વિવિધ શહેરોમાં ફસાયા છે. આ પરપ્રાંતિઓને માદરેવતન પરત મોકલવા માટે તંત્રએ કામગીરી શરી કરી છે. જેના ભાગ રૂપે આજે ગુજરાતમાંથી બે ટ્રેનો ઉત્તર પ્રદેશ અને ઓડિસા જવા માટે રવાના થઈ છે. આ બંને ટ્રોમાં આશરે કુલ 2400 જેટલા પરપ્રાંતિઓ માદરેવતન જવા માટે રવાના થયા છે. આ બંને ટ્રેનો પૈકી એક ટ્રેન અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ છે જ્યારે એક ટ્રેન સુરતથી ઓડિસા જવા માટે રવાના થઈ છે.

  1200 જેટલા પરપ્રાંતિઓ અમદાવાદથી ઉત્તર પ્રદેશ ગયા


  મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઓઠવ અને વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા આશરે 1200 જેટલા પરપ્રાંતિઓને આજે વહેલી સવારથી જ સાબરમતી રેલવે સ્ટેશન લઈ જવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી લોકોને લાવવા માટે 50 બસોને કામે લગાડી હતી. અને જ્યારે ઓઢવમાંથી પણ બસો દ્વારા લોકોને સાબરમતી રેલવે સ્ટેશન લઈ જવાની કામગારી કરી હતી. આ ઉપરાંત રાજ્યગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આવ્યા બાદ આશરે 5.20 વાગ્યે ઉત્તર પ્રદેશ રવાના કરવા માટે લીલી ઝંડી આપી હતી. આ સાથે જ 1200 જેટલા પરપ્રાંતિઓને લઈને અમદાવાદથી ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ હતી.

  આ પણ વાંચોઃ-વતન તરફ દોટ! UP જવા માટે 1200 પરપ્રાંતીઓ સાબરમતી રેલવે સ્ટેશનથી માદરેવતન જવા તૈયાર

  સુરતથી ઓડિસા જવા માટે આશરે 1200 જેટલા પરપ્રાંતિઓ રવાના
  વધુ મળતી માહિતી પ્રમાણે સુરતના કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ જેવા મહત્વના ઉદ્યોગોમાં કામ કરતા ઓડિસાના લોકો લોકડાઉનના કારણે સુરતમાં ફસાયા હતા. જેમને લઈને આજે એક ટ્રેન સુરતથી ઓડિસા રવાના થઈ છે. આશરે 1200 જેટલા પરપ્રાંતિઓને લઈને સુરતથી આજે શનિવારે સાંજે 4 વાગ્યાના અસરામાં ટ્રન રવાના થઈ છે. સાંસદ સીઆર પાટીલે સુરત રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

  આ પણ વાંચોઃ-સુરત : વતન જવા પરપ્રાંતિય લોકોએ ટિકિટ-મંજૂરી માટે કલેક્ટર કચેરીએ લગાવી લાઈનો

  ભાજપના ધ્વજ સાથે લીલી ઝંડી આપતા સાંસદ સીઆર પાટીલ વિવાદમાં
  પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન ઉપર પરપ્રાંતિઓને લઈ જતી ટ્રેનને લીલીઝંડી આપવા માટે સાંસદ સીઆર પાટીલ પહોંચ્યા હતા. જોકે, સામાન્ય લીલા રંગના ધ્વજ સાથે ટ્રેનને લીલીઝંડી અપાતી હોય છે. પરંતુ સીઆર પાટીલે ભાજપના ધ્વજ સાથે ટ્રેનને લીલીઝંડી આપતા નવો વિવાદ ઊભો થયો છે. ભાજપના ધ્વજ સાથે લીલીઝંડી આપતો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

  સોશિયલ ડિસ્ટેન્સિંગનું રખાયું પુરતું ધ્યાન
  ગુજરાતમાંથી પરપ્રાંતિઓને લઈને રવાના થયેલી બે ટ્રેનોમાં સોશિયલ ડિસ્ટેસ્નિંગનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એક કમ્પાર્ટમેન્ટમાં માત્ર છ જ લોકોને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેરક પરપ્રાંતિઓના મોઢા ઉપર માસ્ક સહિત દરેક વચ્ચેનું અંતર રહે તેનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

  રવિવારે સુરતથી વધુ ત્રણ ટ્રેન ઓપરેટ થશે
  રવિવારે સુરતથી વધુ ત્રણ ટ્રેન ઓપરેટ કરવામાં આવશે જે પહેલી ટ્રેન સવારે 10 વાગે બીજી ટ્રેન બપોરે 1 વાગે અને ત્રીજી ટ્રેન સાંજે 4 વાગે ઉપાડવામાં આવશે. આ તમામ ટ્રેન પણ આજની જેમ 20 ડબ્બાની હશે અને તેમાં પણ 1200 પેસેન્જરોને બેસાડવામાં આવશે.
  Published by:News18 Gujarati
  First published:May 02, 2020, 18:45 pm

  ટૉપ ન્યૂઝ