લોકડાઉન કહાની: પરિવારથી વિખૂટા પડેલા રાજસ્થાની બાળકનું પરિવાર સાથે થશે પુનઃ મિલન


Updated: May 18, 2020, 9:47 PM IST
લોકડાઉન કહાની: પરિવારથી વિખૂટા પડેલા રાજસ્થાની બાળકનું પરિવાર સાથે થશે પુનઃ મિલન
વિખૂટા પડેલા બાળકની તસવીર

આજથી દસેક દિવસ પહેલા મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. જે બાળકને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યું હતું.

  • Share this:
અમદાવાદઃ કોરોનાની મહામારીએ (corona pandemic) અનેક પરિવારોનો માળો વિખેરી નાંખ્યો છે. તો અનેક પરિવારોને એક છત નીચે ભેગા પણ કરી દીધા છે. કોરોનાના આવા કહેર વચ્ચે રાજય સરકાર અને તેના કર્મયોગી એવા અધિકારી-કર્મચારીઓ લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે કટીબધ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહી પરંતુ લોકડાઉનની આવી વિષમ પરિસ્થિતિમાં પણ છેવાડાના લોકો - દરિદ્રનારાયણ સુધી પહોંચીને તેમની મુશ્કેલીઓનું સંવેદનશીલતા સાથે નિરાકરણ કરી આ કર્મયોગીઓ તેમનામાં રહેલી કર્તવ્યતાને ઉજાગર કરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંબની છે.

મોરબી - સુરેન્દ્રનગર અને ત્યાંથી છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાને જોડતી આ ઘટનાની કડી છે, એક દસ વર્ષીય પરપ્રાંતિય બાળક રમેશ મીણા. આજથી દસેક દિવસ પહેલા મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. જે બાળકને સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યું, અને સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ-lockdown 4.0: અમદાવાદને બે ભાગમાં વહેચવામાં આવ્યું, કયા વિસ્તારમાં કેવી છૂટ?

આ વાતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર (Surendranagar District Collector) કે. રાજેશને થતા તેમના માર્ગદર્શન હેઠળ આ બાળકને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ કાર્યરત થઈ. કોરોનાની મહામારીની સાથે પરિવારથી વિખુટો પડી ગયેલો આ બાળક ગભરાયેલો હતો. તેને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યોએ હૂંફ અને સાંત્વના આપી, તેના પરિવારની વિગતો મેળવતા ખબર પડી કે, આ બાળકના પરિવારજનો તો છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના કોઈ નાના ગામમાં રહે છે. કોરોનાના કારણે તેમના પરિવારજનોથી તે વિખૂટો પડી ગયો અને પરિવારના લોકો તેમના વતન જતા રહયા છે. જયારે તે એકલો અહીંયા રહી ગયો છે.

આ પણ વાંચોઃ-કોરોનાને ડામવા સુરત મનપાએ આટલા કરોડથી વધુનો કર્યો ખર્ચ, ઉધનામાં સૌથી વધારે ખર્ચ

આ સમગ્ર બાબતની જાણ થતા જિલ્લા કલેકટરએ આ બાળકને તેના પરિવાર સુધી પહોંચાડવા માટે જરૂરી સુચના આપી. જે મુજબ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી અજય મોટકાએ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિકારી સાથે વાત કરી. આ બાળકના પરિવારજનોની વિગતની સત્યતા તપાસી. બાળક દ્વારા તેના પરિવારજનોની આપવામાં આવેલ વાતને પ્રતાપગઢ જિલ્લાના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીએ યોગ્ય તપાસ કરી અનુમોદન આપતા સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના જીજ્ઞાબેન પંડયા અને ડો. નિલેશ ત્રિવેદી દ્વારા આ બાળક તેના કુટુંબીજનોને સોપવા માટેના જરૂરી આદેશો પસાર કરાયા. સાથો-સાથ લખતરના આર.એસ.સી. ઋતુરાજસિંહ જાદવ દ્વારા ડીઝીટલ ગુજરાતમાં ઓનલાઈન ગુજરાતથી રાજસ્થાન જવા માટેના પાસની કાર્યવાહી પણ ઝડપથી પૂર્ણ કરાઈ.આ પણ વાંચોઃ-લોકડાઉનનો લાભ લઈ ઠગાઈ! અમદાવાદમાં પરપ્રાંતીઓને વતન મોકલવા ના બહારે નકલી ટોકનનું કૌભાંડ ઝડપાયું

પરપ્રાંતિય આ બાળકનું તેના પરિવાર સાથે પુનઃમિલન થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અજય મોટકા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી જીજ્ઞાબેન પંડયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ બાળકને વિદાય આપી હતી.
First published: May 18, 2020, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading