લોકડાઉન વચ્ચે બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી આવતીકાલે પ્રથમ ફ્લાઇટ રવાના થશે


Updated: April 12, 2020, 9:59 AM IST
લોકડાઉન વચ્ચે બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી આવતીકાલે પ્રથમ ફ્લાઇટ રવાના થશે
ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટ બ્રિટિશ જશે પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલ એટલે કે આવતીકાલ અમદાવાદથી ઉપડશે

ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટ બ્રિટિશ જશે પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલ એટલે કે આવતીકાલ અમદાવાદથી ઉપડશે

  • Share this:
વિશ્વમાં કોરોના નો કહેર છે.દેશમાં લોકડાઉન છે.જેના કારણે ગુજરાત સહિત ભારત દેશમાં 3 હજાર બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે.જેને પોતાના દેશમાં મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટ બ્રિટિશ જશે પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલ એટલે કે આવતીકાલ અમદાવાદથી ઉપડશે. બીજી ફ્લાઇટ 15 એપ્રિલે અમદાવાદથી લંડન જશે અને ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદ થઈ લંડન જશે.

12 ફ્લાઇટ દ્વારા ભારતમાં અલગ અલગ શહેરોમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બ્રિટન લઇ જવાશે.જેમાં ગોવા-લંડન , ગોવા-મુંબઈ-લંડન, કોલકત્તા-દિલ્હી-લંડન , અમૃતસર-લંડન , અમદાવાદ-લંડન , હૈદરાબાદ-અમદાવાદ-લંડન , ચેન્નાઇ-બેંગલુરુ-લંડન, ત્રિવેન્દ્રમ-કોચી-લંડન લઈ જવાશે.. અમદાવાદથી દરેક વિમાનમાં લગભગ 300 મુસાફરો સવાર થશે.

આ પણ વાંચો : મોરબી : માવાના બંધાણીએ ડ્રોનથી કાચી-135ની ડિલિવરી મંગાવી, Tiktok વીડિયો વાયરલ થતા ધરપકડ

મુસાફરોની સુવિધા અને તેમના સામાજિક અંતર માટે ભારત સરકારના નિર્દેશોને અનુરૂપ ખાસ કાળજી લેવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે એરપોર્ટ આવતા બ્રિટિશ નાગરિકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે.અને પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે.

આ પણ વાંચો :  Lockdown : સુરતમાં કરિયાણું લેવા નીકળેલા યુવાનનું ફાયર બ્રિગેડની ગાડી સાથે અથડાતા મોત 

અમદાવાદ એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગલ બ્રિટિશ હાઇ કમિશન સાથે સતત સંપર્કમાં છે. અને પ્રવાસીઓ કોઈ મુશ્કેલી ન પડે.તેમન સરકારી આરોગ્ય વિભાગ, કસ્ટમ્સ, ઇમિગ્રેશન, સિક્યુરિટી, એટીસી, ટર્મિનલ મેનેજમેન્ટ તમામ વિભાગને સહયોગ આપવા માટે સૂચના અપાય છે.અને તમામ પ્રવાસીઓનું એરપોર્ટ પર હેલ્થ ચેકીંગ થશે.અને ત્યાર બાદ ફ્લાઈટમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે સૂચના આપવામાં આવી છેબ્રિટિશ નાગરિકો ને પોતાના દેશમાં મોકલવા માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે.અને આવતીકાલે અમદાવાદ એરપોર્ટ થી 300 બ્રિટિશ નાગરિકોને લઈ ફ્લાઇટ લંડન જવા માટે રવાના થશે.
First published: April 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading