ધાનાણીએ કહ્યું, 'કોંગ્રેસે પરપ્રાંતીયોની ટિકિટ માટે કૉલ સેન્ટર શરૂ કર્યા', શ્રમિકોએ ક્યાં ફોન કરવો તે ન જણાવ્યું

News18 Gujarati
Updated: May 5, 2020, 12:46 PM IST
ધાનાણીએ કહ્યું, 'કોંગ્રેસે પરપ્રાંતીયોની ટિકિટ માટે કૉલ સેન્ટર શરૂ કર્યા', શ્રમિકોએ ક્યાં ફોન કરવો તે ન જણાવ્યું
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

વતન પરત જવા માંગતા પરપ્રાંતીય કામદારોના મુદ્દે રાજકારણ ચરમસીમાએ, પરેશ ધાનાણીએ કહ્યું કે 'સરકાર શ્રમિકોનો ડેટા આપે કોંગ્રેસ ટિકિટ ભોગવશે' ભાજપે કહ્યું,'85% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવી રહી છે'

  • Share this:
અમદાવાદ : રાજ્યમાંથી પરપ્રાંતિયોના વતન પરત જવા માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના મારફતે પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડું વસૂલવામાં આવતું હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી હિજરત કરી રહેલા કામદારોને જો ભાડું ચુકવવાનું થાય તો આપવાની ઘોષણા કરી છે. આ મુદ્દે માહિતી આપતા પરેશ ધાનાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતાં જણાવ્યું હતું કે 'સરકાર અમને ડેટા આપે અમે આ ભાડું ભોગવીશું. કોંગ્રેસે હિજરત કરી રહેલા પરપ્રાંતિય બેરોજગારો માટે કોલ સેન્ટર પણ શરૂ કર્યા છે' જોકે, આ નિવેદન બાદ પરેશ ધાનાણીએ શ્રમિકોએ ક્યાં અને કયા નંબર પર ફોન કરવો તે ન જણાવ્યું

જિલ્લા પ્રમુખોને કહેવાયું છે

ધાનાણીએ જણાવ્યું કે અમારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જિલ્લાના તમામ પ્રમુખોને પોતાના જિલ્લામાં રહેલા પરપ્રાંતિયોને ઘરે પહોંચાડવા માટે કોલ સેન્ટરના નંબર આપવાનું સૂચન કર્યુ છે.જોકે, ધાનાણીએ એવો દાવો કર્યો હતો કે આ મુદ્દે હું રાજીનામું ધરી દેવા પણ તૈયાર છું. આમ પરપ્રાંતીયોનો મુદ્દો ગરમાયો છે.

આ પણ વાંચો :   અમદાવાદનાં એક જ વિસ્તારનાં 24 શાકભાજીવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોંગ્રેસે ટિકીટ ભાડા આપવાની કરેલી જાહેરાત માત્ર એક રાજકીટ સ્ટંટ : ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ભાજપ રાજયનાં અને રાજય બહારનાં તમામ શ્રમિકોનું સન્માન કરે છે અને તેમની સંવેદના સાથેની વ્યવસ્થા અંગેની ચિંતા કરે છે. કેન્દ્ર અને રાજય સરકાર વિવિધ સહાય પેકેજ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમિકોની ચિંતા કરીને પૂરો પગાર આપવાની ઉદ્યોગકારોને અપીલ કરી હતી.આ પણ વાંચો :   સુરત : રત્નકલાકારો માટે મોટા સમાચાર, આ શરતોને આધીન સૌરાષ્ટ્ર મોકલવાની વિચારણા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજય સરકારે બી.પી.એલ, એ.પી.એલ. સહિત પરપ્રાંતીય લોકોનો સર્વે કરાવીને “અન્નબ્રહ્મ યોજના”માં અનાજની કિટ વગેરેની વ્યવસ્થા કરી હતી. ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસે ટિકીટ ભાડા આપવાની કરેલી જાહેરાત એ માત્રને માત્ર એક રાજકીય સ્ટંટ છે.

 
First published: May 5, 2020, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading