અમદાવાદ : લૉકડાઉનમાં એમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા


Updated: April 9, 2020, 8:00 AM IST
અમદાવાદ : લૉકડાઉનમાં એમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા
પ્રતીકાત્મક તસવીર

ગાડીને એમ્બ્યુલન્સ બનાવીને તેમાં દેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી.

  • Share this:
અમદાવાદ :દેશભરમાં એક તરફ કોરોનાને (coronavirus) લઈ ચિંતા વધી રહી છે ત્યારે અનેક લોકો આગળ આવી મદદ કરી રહયા છે. કોરોના વાયરસને  લઈ દેશભરમાં લૉકડાઉન (Lockdown) છે અને જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ અને તે માટે કેટલાક લોકોને આ લૉકડાઉનમાં રોડ પર બહાર આવવા પરવાનગી મળી છે. તેની વચ્ચે 2 લોકો દેશી દારૂની હેરાફેરી કરતા પકડાઈ ગયા છે. આરોપીઓ જોઈ ખાનગી વાહન નહીં પરંતુ એમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હતાં. પોલીસને માહિતી મળતા, બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

બે આરોપી


મળતી માહિતી પ્રમાણે, કોરોનાને લઈ શહેર પોલીસ તમામ જગ્યા બંદોબસ્તમાં છે અને નાના ચિલોડા પાસે નરોડા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે એક ઇકકો ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. નોંધનીય છે કે, ગાડી એમ્બ્યુલન્સ હતી પરંતુ પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરી તો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મનીષ ઠાકોર અને લલિત રાજપૂત નામના 2 લોકોની ધરપકડ કરી તેમની પાસેથી 22 લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.આ પણ વાંચો : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 26 જિલ્લામાં આ 31 હોસ્પિટલોને કોવિડ-19 માટે કાર્યરત કરાશે

નરોડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ જેજી પટેલનું કેહવું છે કે, પોલીસને અંગેની ખાનગી બાતમી મળી હતી. જે બાદ વોચ રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.આ વીડિયો પણ જુઓ - 
First published: April 9, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading