અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી મતદાન થાય તે હેતુથી એક ખાસ પ્રકારનું અભિયાન

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી મતદાન થાય તે હેતુથી એક ખાસ પ્રકારનું અભિયાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી મતદાન થાય તે હેતુથી એક ખાસ પ્રકારનું અભિયાન

28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી મતદાન થાય તે હેતુથી એક ખાસ પ્રકારનું અનોખું મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયુ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અલગ અલગ કારણોસર લોકો મતદાન કરવા નહીં જતા નિરસ મતદાન રહ્યું હતું. પરંતુ તેમ છતાં હવેની આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી મતદાન થાય તે હેતુથી એક ખાસ પ્રકારનું અનોખું મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની શાળાના 40 હજાર વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિનો પ્રોજેકટ આપવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્યની અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા 28મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. સ્ટેટ વોટિંગ અવેરનેસ પ્રોગ્રામ (SVAP) અંતર્ગત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે.આ પણ વાંચો - ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે, આ તારીખથી શરૂ થશે પ્રથમ સત્રાંત પરીક્ષા

આ પ્રોજેક્ટ અંગે એજ્યુકેશન ઓફિસર વિમલ શર્માએ જણાવ્યું કે મતદારોમાં જાગૃતિ લાવવા માટે અનેક કેમ્પઈન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં 300 જેટલી શાળાઓ આવે છે. જેમાં અંદાજે 40 હજાર આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રોજેકટ આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓના માતા પિતા અને સગા સબંધીઓ કે જેઓ મતદાન કરીને આવ્યા છે તેમની સાથેનો એક સેલ્ફી ફોટો સ્કૂલના ગ્રુપમાં મુકવો. જેનાથી એ વિદ્યાર્થીઓ માતા પિતાને મતદાન કરવા પ્રેરશે. સાથે જો તે 12માં ધોરણનો વિદ્યાર્થી હશે તો તે પોતે પણ એક વર્ષ પછી મતદાતા બનશે.

મહત્વનું છે કે SVAP અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ અભિયાન હાથ ધરાયુ હતું. પણ છતાં મહાનગરપાલિકા ઓની ચૂંટણીઓમાં નિરસ મતદાન રહ્યું હતું. આટઆટલા અભિયાન છતા મતદારોને પોલિંગ બુથ સુધી લાવવામાં સફળતા હાથ લાગતી નથી. છતાં તંત્ર મતદારોને જાગૃત કરવાના પ્રયાસ કરે છે. ત્યારે અમદાવાદ ગ્રામનું મતદાન જાગૃતિ અભિયાન સેલ્ફી વિથ પેરેન્ટ્સ કેટલું સફળ રહે છે તે જોવું રહ્યું.
Published by:Ashish Goyal
First published:February 25, 2021, 23:29 pm

ટૉપ ન્યૂઝ