Home /News /madhya-gujarat /

અમદાવાદ : હિન્દી ભાષી ઉમેદવારોને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગણી પ્રબળ બની

અમદાવાદ : હિન્દી ભાષી ઉમેદવારોને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગણી પ્રબળ બની

ઉત્તર ભારતીય વિકાસ પરિષદે જે વિસ્તારમાં હિન્દીભાષી વોટર્સનું પ્રભુત્વ છે તેવા વિસ્તારમાં હિન્દીભાષી ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી

ઉત્તર ભારતીય વિકાસ પરિષદે જે વિસ્તારમાં હિન્દીભાષી વોટર્સનું પ્રભુત્વ છે તેવા વિસ્તારમાં હિન્દીભાષી ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ટિકિટ લેવા માટે બંને પક્ષમાં ઉમેદવારો પડાપડી કરી રહ્યા છે. તેવામાં હવે વધુ હિન્દી ભાષી ઉમેદવારોને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગણી પ્રબળ બની છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદે જે વિસ્તારમાં હિન્દીભાષી વોટર્સનું પ્રભુત્વ છે તેવા વિસ્તારમાં હિન્દીભાષી ઉમેદવારને ટિકિટ આપવા માંગ કરી છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો સહિત રાજ્યમાં અંદાજે 1 કરોડથી વધુ પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. જ્યારે અમદાવાદમાં 15 લાખ જેટલા પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે.

અમદાવાદમાં વટવા, અમરાઇવાડી, ભાઈપુરા, લાંભા, હાથીજણ, ઓઢવ, સરસપુર, બાપુનગર અને કુબેરનગર જેવા વિસ્તારો છે જ્યાં હિન્દીભાષી વોટર્સનુ પ્રભુત્વ છે. આવા વિસ્તારમાં પરપ્રાંતીય ઉમેદવારને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ ઉઠી છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું કે તમામ વોર્ડ જ્યાં જ્યાં હિન્દીભાષી મતદાતાઓ મોટી સંખ્યામાં છે તેવા વિસ્તારોમાં હિન્દીભાષી ઉમ્મદવારોને નેતૃત્વ આપવા સ્થાનિક ચૂંટણીમાં તક આપવા ઉત્તર ભારતીય વિકાસ પરિષદ માંગ કરે છે.

આ પણ વાંચો - ગાંધીનગર : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

વર્તમાન પરિસ્થિતિ જોઈને હિન્દીભાષી સમાજની ભાગીદારી ખુબજ જરૂરી છે. જેથી હિન્દી સમાજની સમસ્યાઓ સરકાર સુધી પહોંચી શકે અને એમનું નિરાકરણ થઈ શકે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ટિકિટ મામલે પ્રકાશ પડતા તેઓએ જણાવ્યું કે વટવામાં લગભગ 1 લાખ 19 હજાર મતદારો છે જેમાં 31 હજાર પરપ્રાંતીય મતદારો છે, લાંભામાં 99 હજાર આશરે વોટર્સ છે જેમાં 32 હજાર હીન્દી ભાષી મતદાર છે, અમરાઈવાડીમાં 1 લાખ આસપાસ મતદારોમાં 38 હજાર હિન્દીભાષી છે. તેવી જ રીતે સરસપુરમાં 90 હજાર મતદારોમાં 28 હજાર પરપ્રાંતિય છે.

બાપુનગરમાં 95 હજાર મતદારોમાં અંદાજે 25 હજાર પરપ્રાંતીય છે. ભાઈપુરમાં અંદાજે 97 હજાર મતદારોમાં 36 હજાર મતદાર હિન્દીભાષી છે. કુબેરનગરમાં અંદાજે 1 લાખ 5 હજાર મતદાર માં 29 હજાર હિન્દીભાષી છે. હાથીજણ રામોલમાં 98 હજાર વોટર્સમાં 32 હજાર પરપ્રાંતિય મતદાર છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે ઉત્તરભારતીય વિકાસ પરિષદના આગેવાન તરીકે પર્ટીક્યુલર અમારા કોઇ ઉમેદવારની અમારી માંગ નથી પણ આ વિસ્તારમાં જેમને પણ ટિકિટ મળે તે હીન્દી ભાષી ઉમેદવાર હોવા જોઈએ તેવી તમામ પક્ષ પાસે અમારી માંગ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Elections, Gujarat Elections, Local body elections, ગુજરાત

આગામી સમાચાર