સ્થાનિક સ્વરાજની ચુંટણીઃ મતદાન પહેલા અમદાવાદ જિલ્લા ભાજપે 9 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

સ્થાનિક સ્વરાજની ચુંટણીઃ મતદાન પહેલા અમદાવાદ જિલ્લા ભાજપે 9 ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા
પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા બદલ અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Gujarat local body polls) લઇને જંગ જામી ગયો છે. આજે છેલ્લી ઘડીનો પ્રચાર પણ પૂર્ણ થઈ ગયેલો છે. ત્યારે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા નવ કાર્યકરોને સસ્પેન્ડ (BJP workers suspended)કરવામાં આવ્યા છે.

આ નવ કાર્યકરો દ્વારા જુદી જુદી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા બદલ અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.



ભારતીય જનતા પાર્ટી છ મહાનગર પાલિકા સમાન જ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પરિણામ લાવવા પ્રયત્ન કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા આ પ્રકારના કાર્યકરો સામે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પાર્લામેન્ટરી બોર્ડમાં 60 વર્ષથી ઉપરના ઉમેદવારોને ટીકીટ નહિ આપવી.

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

આ પણ વાંચોઃ-કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

ત્રણ વખત ચૂંટાયેલા કાર્યકરને ટિકિટ નહીં આપવી તે ઉપરાંત નેતાના પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાના નિયમ બનાવ્યો હતો. જેના કારણે તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપના અનેક એવા બાગી કાર્યકરો સામે જિલ્લા પ્રમુખો હવે કાર્યવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ-દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદ ગીરી વિરમગામ નગરપાલિકાના પાંચ ભાજપના કાર્યકરોએ નગરપાલિકામાં ભાજપ સામે અપક્ષ ઉમેદવારી પત્રક ભરતા છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.



તો બારેજા નગરપાલિકામાં ત્રણ ભાજપના કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી પત્રક ભરતા તેમને સસ્પેન્ડ કર્યા છે જ્યારે વટામણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ ની ટિકિટ પર ચૂંટણી લડતા ભાજપના કાર્યકર ને 6 વર્ષે માટે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.
Published by:ankit patel
First published:February 26, 2021, 19:56 pm