ઉત્તરાખંડ LIVE : 34 મત સાથે કોંગ્રેસના હરીશ રાવતે બહુમત મેળવ્યો!

Haresh Suthar | Pradesh18
Updated: May 10, 2016, 12:07 PM IST
ઉત્તરાખંડ LIVE : 34 મત સાથે કોંગ્રેસના હરીશ રાવતે બહુમત મેળવ્યો!
છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી પહોંચી અને એમાં પણ છેવટે કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી હરીશ રાવતે પોતાનો બહુમત સાબિત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે 11 કલાકે શરૂ થયેલ બહુમત પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને જેમાં કોંગ્રેસને 34 અને ભાજપને 28 મત મળ્યાનું સુત્રોએ જણાવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી પહોંચી અને એમાં પણ છેવટે કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી હરીશ રાવતે પોતાનો બહુમત સાબિત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે 11 કલાકે શરૂ થયેલ બહુમત પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને જેમાં કોંગ્રેસને 34 અને ભાજપને 28 મત મળ્યાનું સુત્રોએ જણાવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: May 10, 2016, 12:07 PM IST
  • Share this:
નવી દિલ્હી #છેલ્લા કેટલાક દિવસોથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી પહોંચી અને એમાં પણ છેવટે કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી હરીશ રાવતે પોતાનો બહુમત સાબિત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સવારે 11 કલાકે શરૂ થયેલ બહુમત પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને જેમાં કોંગ્રેસને 34 અને ભાજપને 28 મત મળ્યાનું સુત્રોએ જણાવ્યું છે.

આજે ઉત્તરાખંડમાં હરીશ રાવત માટે પરીક્ષાની ઘડી છે. રાવતે વિધાનસભામાં બહુમત સિધ્ધ કરવાનો છે તો સામે પક્ષે ભાજપ અને બળવાખોર છાવણી અન્યોને પોતાની તરફે ખેંચવામાં પડી છે. આ સંજોગોમાં બળવાખોર નવ ધારાસભ્યોની ગેરહાજરીમાં બહુમત માટે મતદાન શરૂ થયું છે. જેમાં ભાજપ-કોંગ્રેસ બંનેના એક એક ધારાસભ્યએ બળવો કર્યો હોવાનું સામે આવ્યું છે.

ઉત્તરાખંડમાં 54 દિવસ દરમિયાન શું થયું? જાણવા ક્લિક કરો

#ઉત્તરાખંડ વિઘાનસભામાં વિશ્વાસમતની પ્રક્રિયા શરૂ

#ભાજપના ભીમલાલ આર્ય કોંગ્રેસ સાથે તો કોંગ્રેસની રેખા આર્ય ભાજપા સાથે પહોંચ્યા વિધાનસભામાં, રેખા આર્ય અજય ભટ્ટની સાથે પહોંચ્યા વિધાનસભા

#વિધાનસભાની બહાર હરીશ રાવચે પોતાના સમર્થકોનું અભિવાદન કર્યું, ભાજપના ધારાસભ્યો પણ આવી પહોચ્યા#હરીશ રાવત પાંચ ગાડીઓના કાફલા સાથે વિધાનસભા પરીસર પહોંચ્યા

#ઉત્તરાખંડમાં કોંગ્રેસના 27 અને ભાજપના 28 ધારાસભ્યો છે. નવ બળવાખોર ધારાસભ્યો મતદાનમાં ભાગ નહીં લઇ શકે. કારણ કે તેમને વિધાનસભામાંથી રદ કરાયા છે. કોંગ્રેસ પાસે 6 અન્ય ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેતાં સરકાર બનાવવા માટે તે સક્ષમ હોવાનું સામે આવી રહ્યું છે.

#જોકે 6માંથી બીએસપીના 2 ધારાસભ્યોએ પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

#આ મામલે હવે આગામી 12મીએ સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થશે.

#આ સ્થિતિને જોતાં સમગ્ર દહેરાદૂનમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. તો બીજી તરફ બહુમત સાબિત કરવાને લઇને આજે 2 કલાક માટે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાશે.

#આજે શક્તિ પરીક્ષણને પગલે વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો અને વિધાનસભા કર્મચારીઓ ઉપરાંત કોઇને પ્રવેશ આપવામાં નહીં આવે. આ લોકો પણ વિધાનસભા પરિસરમાં માત્ર ચાલતા જ જઇ શકશે, વાહન તો ઠીક પરંતુ મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે.

#ઉત્તરાખંડમાં આજે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાશે. આ દરમિયાન વિધાનસભામાં અંદર બહુમત લેવાશે. મતદાન બાદ એને સીલબંધ કવરમાં બુધવારે સવારે કોર્ટમાં રજુ કરાશે. બુધવારે સવારે 10-30 કલાકે સુપ્રીમ કોર્ટમાં ત્યાર બાદ ફેંસલો સંભળાવાશે.
First published: May 10, 2016, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading