Gujarat Bypoll Result : પેટાચૂંટણીના જંગમાં કોણ મારશે બાજી, પરિવર્તન કે પૂનરાવર્તન આજે ફેસલો

Gujarat Bypoll Result : પેટાચૂંટણીના જંગમાં કોણ મારશે બાજી, પરિવર્તન કે પૂનરાવર્તન આજે ફેસલો
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતની અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, લીંબડી અને ડાંગ બેઠક પર ત્રીજી તારીખના રોજ ચૂંટણી યોજાઈ હતી. સવારે 8.00 વાગ્યાથી પરિણામના નક્કર ટ્રેન્ડ જાણી શકાશે.

  • Share this:
    ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે એટલે કે 10મી નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. આ માટે ગમગણતરીની તમામ તૈયારી વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈ ગેરરીતિ કે અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. ગુજરાતની અબડાસા, મોરબી, ધારી, કરજણ, ગઢડા, કપરાડા, લીંબડી અને ડાંગ બેઠક પર ત્રીજી તારીખના રોજ ચૂંટણી યોજાઈ હતી. કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ આ બેઠકો પર ચૂંટણી આવી હતી.  ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આવતી કાલે જાહેર થશે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે.

    આઠ બેઠક પૈકી 4બેઠકોની મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે, જ્યારે બાકીની 4 બેઠકોની મત ગણતરી હેડ કવાર્ટરમાં થશે. ગઢડા, ધારી, કપરાડા અને ડાંગની મતગણતરી સ્થાનિક કક્ષાએ થશે. જયારે અબડાસા અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટરમાં થશે. કરજણ અને મોરબીની મતગણતરી પણ હેડ કવાર્ટરમાં થશે.



    આ પણ વાંચો : BJPએ રાજ્યમાં શહેર-જિલ્લાનાં 39 નવા પ્રમુખ જાહેર કર્યા, 90 ટકા ચહેરા બદલાયા, જાણો કોને મળ્યું સ્થાન

    દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મત ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

    કપરાડા: મંગળવારે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કપરાડામાં આવેલી સરકારી વિનિયન કોલેજમાં હાથ ધરાશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 77.50 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. જેમાં 1 લાખ 90 હજાર 459 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    ગઢડા: ગઢડા બેઠક પર કુલ 382 મતદાન મથકો ઉપર કુલ 2,51,016 મતદારો છે. જેમાં 69,976 પુરુષો અને 57,379 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું. જેમાં 53.55 ટકા પુરુષ મતદારો અને 47.68 ટકા સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. આ રીતે બેઠક પર સરેરાશ 50.74 ટકા મતદાન કર્યું હતું. મંગળવારે સવારે દાદા ખાચર કોૉલેજ ખાતે 8 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવશે. જેમાં બે રૂમોની અંદર કુલ 28 ટેબલો ઉપર મતગણતરી થશે. કુલ 170 જેટલા કર્મચારીઓ મતગણતરી કામગીરીમાં જોડાશે. મત ગણતરી કેન્દ્ર ખાતે અંદર આવવા માટે ત્રણ લેયરનું ચેકિંગ થશે. જેમાં પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એસ.આર.પી અને છેલ્લે સી.આર.પી.એફની ટૂકડી હશે. અંદાજે 400 જેટલા પોલીસ બંદોબસ્ત માટે ફળવામાં આવ્યા છે

    આ પણ વાંચો :  રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામની પૂર્વ સંધ્યાએ Coronavirusનાં 971 નવા કેસ, રિકવરી રેટ 91.15% થયો

    મોરબી: મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીનું 412 મતદાનમથકો પર મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે જુદા જુદા 35 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. મોરબી માળીયા બેઠકના 2,71,467 મતદારોમાંથી 1,42,029 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોરબી માળીયા વિધાનસભા બેઠક પર 56.52 ટકા પુરુષ મતદારો એ મતદાન કર્યું હતું અને 47.72 ટકા સ્ત્રી મતચદારોએ મતદાન કર્યું હતું. મોરબી માળીયા વિધાનસભા બેઠક પર કુલ 52.32 ટકા મતદાન થયું હતું. ભાજપ કૉંગ્રેસ સહિત 12 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સીલ છે.
    Published by:Jay Mishra
    First published:November 10, 2020, 00:22 am

    ટૉપ ન્યૂઝ