વડોદરા : નિવૃત PI કાર સાથે પૂરના પાણીમાં ફસાયા, દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો Video

News18 Gujarati
Updated: August 15, 2020, 3:08 PM IST
વડોદરા :  નિવૃત PI કાર સાથે પૂરના પાણીમાં ફસાયા, દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો Video
વીડિયો ગ્રેબ

વડોદરાથી ધનિયાવી જવાના માર્ગ પર ઢાઢર નદીનાં પાણીમાં ફસાયા હતા નિવૃત્ત પી આઈ ગજેન્દ્રસિંહ સરવૈયા

  • Share this:
વડોદરા : વડોદરામાં વરસાગના કારણે પૂરની સ્થિતિ ઉદભવી છે. દરમિયાન જામલા નદી પણ ગાંડીતૂર બની છે. (live video of rescue operation) આ નદીના વહેણમાં વડોદરાથી ધનિયાવી જવાના માર્ગે 70 વર્ષના નિવૃત પીઆઈ કાર સાથે ફસાયા (Rescue operation of ex PI)  હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતા જ તેમને બચાવવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા જામલા નદીમાં ટ્યૂબ બોટ (Vadodara fire Rescue video) સાથે ઉતરી અને કાર સુધી પહોંચવાની તૈયારી કરી હતી. તેઓ જે જગ્યાએ ફસાયા તે જામલા નદી હતી જેમાં જામલાના નીરમાં તેઓ કાર નંબર જીજે 05 5552 સાથે ફસાયા હતા. એ સમયે એમણે વાહન પર ચઢીને લોકોને બુમો પાડી હતી.

આ પણ વાંચો :   વડોદરા : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી, 133 લોકોનું સ્થળાંતર, મગરો રસ્તા પર

દરમિયાન તેમને રેસ્ક્યૂ કરવા માટે ખાસ સ્ટ્રેટેજી ઘડીને તેમને બચાવવામાં આવ્યા હતા. બાવળની વચ્ચેથી પાણીમાં ફસાયેલા 70 વર્ષના નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરને ફાયર બ્રિગેડના જવાનોએ હિમ્મતપૂર્વક બચાવી લીધા હતા. જોકે, જો ફાયર બ્રિગેડ મોડી પહોંચી હોત તો આ અકસ્માતમાં હોનારત સર્જાવાની ભીતિ હતી પરંતુ તેમણે સમયસર પહોંચીને આ રેસ્ક્યૂ ઑપરેશન કર્યુ હતું.રેસ્ક્યૂ ઑપરેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયો હતો. લોકો વોટ્સએપ પર આ વીડિયો ફોરવર્ડ કરી અને ફાયરના જવાનોની હિમ્મતને બિરાદાવી રહ્યા હતા. જોકે, વીડિયોમાં જોવા મળતા નદીના પાણી પરથી ઘટનાની ગંભીરતાનો તાદશ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

આ પણ વાંચો :  અમદાવાદ : હત્યાનો સિલસિલો યથાવત, દરિયાપુરમાં છરીના ઘા ઝીંકી યુવકનું ખૂન, 15 દિવસમાં 5 બનાવ
Published by: Jay Mishra
First published: August 15, 2020, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading