સમાજવાદી પાર્ટીની બેઠકમાં બબાલ, અખિલેશ શિવપાલ યાદવ વચ્ચે તૂ તૂ મેં મેં...

Haresh Suthar | Pradesh18
Updated: October 24, 2016, 1:25 PM IST
સમાજવાદી પાર્ટીની બેઠકમાં બબાલ, અખિલેશ શિવપાલ યાદવ વચ્ચે તૂ તૂ મેં મેં...
સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા ડખાને ડામવા માટે બોલાવાયેલી બેઠકમાં પણ બબાલ થઇ છે. અખિલેશ યાદવે પોતાની વાત રજુ કર્યા બાદ શિવપાલે કહેલી વાત અંગે સ્પષ્ટતા કરવા માટે અખિલેશ યાદવે જ્યારે માઇક હાથમાં લીધું તો શિવપાલ યાદવ સહિતે માઇક પડાવી લેતાં માહોલ ગરમાયો હતો.

સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા ડખાને ડામવા માટે બોલાવાયેલી બેઠકમાં પણ બબાલ થઇ છે. અખિલેશ યાદવે પોતાની વાત રજુ કર્યા બાદ શિવપાલે કહેલી વાત અંગે સ્પષ્ટતા કરવા માટે અખિલેશ યાદવે જ્યારે માઇક હાથમાં લીધું તો શિવપાલ યાદવ સહિતે માઇક પડાવી લેતાં માહોલ ગરમાયો હતો.

  • Pradesh18
  • Last Updated: October 24, 2016, 1:25 PM IST
  • Share this:
લખનૌ #સમાજવાદી પાર્ટીમાં ઉભા થયેલા ડખાને ડામવા માટે બોલાવાયેલી બેઠકમાં પણ બબાલ થઇ છે. અખિલેશ યાદવે પોતાની વાત રજુ કર્યા બાદ શિવપાલે કહેલી વાત અંગે સ્પષ્ટતા કરવા માટે અખિલેશ યાદવે જ્યારે માઇક હાથમાં લીધું તો શિવપાલ યાદવ સહિતે માઇક પડાવી લેતાં માહોલ ગરમાયો હતો.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવની અધ્યક્ષતામાં આજે સવારે 10-30 કલાકે બેઠક શરૂ થઇ હતી. જેમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે પહેલા પોતાની વાત રજ કરી હતી. બાદમાં શિવપાલ યાદવે પોતાનો પક્ષ રજુ કર્યો હતો. જે બાદ મુલાયમસિંહે પોતાનું ભાષણ આપ્યું હતું. જેમાં એમણે અખિલેશની ઝાટકણી કાઢી હતી અને શિવપાલ તથા અમરસિંહને ભાઇ ગણાવ્યા હતા.

પોતાનું ભાષણ પુરી કર્યા બાદ મુલાયમસિંહે પુત્ર અખિલેશને કાકા શિવપાલ યાદવથી ગળે મળવા કહ્યું. મુલાયમે કહ્યું કે, શિવપાલ તારા કાકા છે. એને ગળે મળ. એ બાદ અખિલેશે કાકા શિવપાલને પગે લાગ્યો. શિવપાલે પણ અખિલેશને ગળે ભેટ્યા. બંને એકબીજાને ભેટતાં મુલાયમે કહ્યું કે, જે પત્ર લખાઇ રહ્યા છે એ હવે બંધ કરવામાં આવે. આ મુદ્દે અખિલેશે કહ્યું કે, આશુ મલિકની ચીઠ્ઠી પર કશું કહેવાયું નથી.

અખિલેશે મંચ પર આશું મલિકની હાજરીમાં આ સવાલ ઉઠાવ્યો. અખિલેશે કહ્યું કે, તમામ નેતાઓની સામે કહેવા ઇચ્છું છું કે આશું મલિક જાણવા ઇચ્છે છે કે અમરસિંહે મારા વિરૂધ્ધ આર્ટિકલ છપાવ્યો હતો. જેમાં મને ઓરંગઝેબ કહેવાયો હતો. એ બાદ શિવપાલ ઉઠ્યા એમણે માઇક છીનવી લીધું અને ઉંચા અવાજે બોલ્યા કે અમરસિંહે આવું કંઇ કર્યું નથી. હું જાણું છું. જુઠ્ઠુ ના બોલો. ફરી અખિલેશ જોરથી બોલવા લાગ્યા કે હું પણ સત્ય જાણું છું. મારા વિરૂધ્ધ ષડયંત્ર બંધ કરો.

આ પછી માઇક બંધ કરી દેવાયું. જોરદાર સુત્રોચ્ચાર થવા લાગ્યા. બંને વચ્ચે તૂં તૂં મેં મેં શરૂ થયું અને હાથાપાઇ સુધી નોબત આવી પહોંચી. પરંતુ બંનેની સુરક્ષામાં હાજર સુરક્ષાકર્મીઓએ યોગ્ય સમયે દખલગીરી કરી બંનેને રોકી લીધા હતા.

akhilesh-mulayam-shivpal
First published: October 24, 2016, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading