liveLIVE NOW

Dandi Yatra LIVE : PM મોદીએ કહ્યું,'વેક્સીનની આત્મનિર્ભરતાએ સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થનો પરિચય કરાવ્યો'

દેશમાં અને રાજ્યમાં આજથી આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના 'અમૃત મહોત્સવ'ની શાનદાન ઊજવણી થશે. આજે સારબમતી આશ્રમથી થશે શરૂઆત

 • News18 Gujarati
 • | March 12, 2021, 13:02 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO

  હાઇલાઇટ્સ

  12:45 (IST)

  પીએમ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવ્યો, આ પ્રસંગે તેમણે દાંડીકૂચને પ્રસ્થાન કરાવ્યુ


  12:41 (IST)

  આપણા યુવાનો, આપણા વિદ્વાનોએ જવાબદારી લેવી જોઈએ કે તેઓ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસ લેખનમાં દેશના પ્રયત્નોને પૂર્ણ કરે : પીએમ મોદી

  12:41 (IST)

  આપણા યુવાનો, આપણા વિદ્વાનોએ જવાબદારી લેવી જોઈએ કે તેઓ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસ લેખનમાં દેશના પ્રયત્નોને પૂર્ણ કરે : પીએમ મોદી

  12:36 (IST)

  વેક્સીનની આત્મનિર્ભરતાએ સમગ્ર વિશ્વમાં આત્મનિર્ભર ભારતના સામર્થનો પરિચન કરાવ્યો, આતો સોનેરી ભવિષ્યની એક શરૂઆત છે : પીએમ મોદી

  12:33 (IST)

  આજે પણ ભારતની સિદ્ધિઓ ફક્ત આપણી પોતાની જ નથી, પરંતુ તે સમગ્ર વિશ્વને અજવાળશે, સમગ્ર માનવતાને આશા આપે છે.

  ભારતની આત્મનિર્ભરતાથી ભરેલી આપણી વિકાસ યાત્રા સમગ્ર વિશ્વની વિકાસયાત્રાને ગતિ આપશે: વડા પ્રધાન મોદી

  12:29 (IST)

  પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણની સ્વતંત્રતા ચળવળની આ જ્યોતને સતત જાગૃત કરવાનું કાર્ય, દરેક દિશામાં, દરેક ક્ષેત્રમાં, આપણા સંતો-મહંતો, આચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

  એક રીતે, ભક્તિ આંદોલને દેશવ્યાપી સ્વતંત્રતા ચળવળ માટે બેંચ તૈયાર કરી : પીએમ મોદી

  12:28 (IST)

  દેશના ખૂણે ખૂણેથી ઘણાં દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવાનો છે જેમણે અસંખ્ય બલિદાનો આપ્યા છે.તમિલનાડુના 32 વર્ષીય યુવાન, કોડી કાથમારણને યાદ કરો,
  બ્રિટિશરોએ તે યુવાનને માથામાં ગોળી મારી દીધી, પરંતુ તેણે મરતા પણ દેશનો ધ્વજ જમીન પર પડવા દીધો નહીં: પી.એમ.મોદી 

  12:26 (IST)

  આઝાદીના આંદોલનની જ્યોતિને નિરંતર જાગૃત રાખવાનું કામ આપણા આચાર્યો, સંતો, મહંતો અને ભગવતોએ કર્યુ છે : પીએમ મોદી

  12:24 (IST)

  અનેક આંદોલનોએ દરેક કાળખંડમાં આઝાદીના સંઘર્ષને જીવંત રાખ્યો :પીએમ મોદી

  12:20 (IST)

  કોઈ પણ દેશનો વારસો ત્યારે જ જળવાઈ રહે છે જ્યારે એ દેશની આગામી પેઢીને તેમના વડવાઓએ કરેલા સંઘર્ષ અને તેની ગાથા સમજાવવામાં આવે : પીએમ મોદી

  ભારતની આઝાદીના 75માં વર્ષે (75th Year of Indian independence) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Aazadi Ka Amrut Mahotsav) ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે 12 માર્ચના રોજ યોજાઈ.આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.

  ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવ્યો હતો. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના 6 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તેમણએ આ પ્રસંગે ભારતના ભવ્ય વારસાને લોકો સુધી લઈ જવા માટે દેશના દરેક નાગરિકોને જોડાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 'અમૃત મહોત્સવની ઊજવણીથી સોનેરી ભવિષ્ય પાયો નાંખવાનો છે'
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन