ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 178 રને હરાવ્યું, 2-0થી ટેસ્ટ શ્રેણી જીતી

Haresh Suthar | Pradesh18
Updated: October 3, 2016, 6:15 PM IST
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 178 રને હરાવ્યું, 2-0થી ટેસ્ટ શ્રેણી જીતી
ભારતે ન્યૂઝીલેન્ડને સતત બીજી ટેસ્ટમાં હાર આપી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ 2-0થી જીતી લીધી છે. ભારતે આજે બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 178 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા નંબર વન બની છે.

  • Pradesh18
  • Last Updated: October 3, 2016, 6:15 PM IST
  • Share this:
કોલકત્તા #ભારતે ન્યૂઝીલેન્ડને સતત બીજી ટેસ્ટમાં હાર આપી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ 2-0થી જીતી લીધી છે. ભારતે આજે બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 178 રનથી હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની જીત સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા નંબર વન બની છે.

મેચનો ફુલ સ્કોર જોવા ક્લિક કરો

ઇડનગાર્ડન્સ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હાર આપી છે. ભારતે ન્યૂઝીલેન્ડને ચોથા દિવસની રમતે 376 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ભારતીય બોલરો સામે કીવી ખેલાડીઓ 197 રનમાં ઓલ આઉટ થયા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ 178 રનથી જીતી લીધી છે.

બીજા દાવમાં ભારત તરફથી મોહમ્મદ સામી, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી તો ભુવનેશ્વર કુમારને એક વિકેટ મળી હતી.

ઇડનગાર્ડન સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં ભારતે 316 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 204 રન બનાવ્યા હતા. ભારત બીજા દાવમાં 263 રનમાં ઓલ આઉટ થયું હતું. તો ટીમ ઇન્ડિયાએ જીત માટે ન્યૂઝીલેન્ડને 376 રનનો ટારગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ 197 રનમાં ખખડી ગયું છે.

(ફાઇલ તસ્વીર)
First published: October 3, 2016, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading