માયાવતીનો વળતો પ્રહાર, અનામત બચાવવા માટે જાનની બાજી લગાવવા પણ તૈયાર

Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 1:18 PM IST
માયાવતીનો વળતો પ્રહાર, અનામત બચાવવા માટે જાનની બાજી લગાવવા પણ તૈયાર
બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે જોરદાર પ્રહાર કર્યા. એમણે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય પાર્ટીઓને આડે હાથ લીધી. માયાવતીએ કહ્યું કે, યૂપી અને કેન્દ્ર સરકારની નીતિઓથી જનતા ત્રસ્ત છે. સાથોસાથ કોંગ્રેસને અસહાય ગણાવતાં કહ્યું કે, એને ઉમેદવારો જ નથી મળી રહ્યા.

  • Share this:
નવી દિલ્હી #બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે જોરદાર પ્રહાર કર્યા. એમણે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય પાર્ટીઓને આડે હાથ લીધી. માયાવતીએ કહ્યું કે, યૂપી અને કેન્દ્ર સરકારની નીતિઓથી જનતા ત્રસ્ત છે. સાથોસાથ કોંગ્રેસને અસહાય ગણાવતાં કહ્યું કે, એને ઉમેદવારો જ નથી મળી રહ્યા.

માયાવતીએ સૌથી પહેલા સમાજવાદી પાર્ટીને નિશાને લેતાં કહ્યું કે, સપા પરિવારમાં સમજી વિચારીને નાટક ચાલી રહ્યું છે. પુત્રના મોહમાં મુલાયમ આ નાટક કરી રહ્યા છે. પુત્રની નિષ્ફળતાઓને છુપાવવા માટે મુલાયમે શિવપાલને બલિનો બકરો બનાવ્યો છે. પરંતુ સપા સત્તામાં ફરી નહીં આવી શકે, યૂપીને જંગલરાજમાંથી મુક્ત કરાવવાનું છે.

કોંગ્રેસ સામે પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવી ગયો છે. સપાની આગળ કોંગ્રેસ નતમસ્તક છે. કોંગ્રેસને ત્રણ ઉમેદવાર પણ નથી મળી રહ્યા. યૂપીમાં કોંગ્રેસનું દેવાળું નીકળી ગયું છે.

કેન્દ્ર રાજ્ય સરકાર સામે આકરા પ્રહાર કરતાં માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની નીતિઓથી જનતા નારાજ છે. વર્તમાન સરકારથી જનતા ત્રસ્ત છે. જનતા મોદી સરકારની નીતિઓથી પરેશાન છે. નોટબંધી એનું ઉદાહરણ છે. ગુના રોકવામાં અખિલેશ સરકાર નાકામ રહી છે.

માયાવતીએ અનામતના મુદ્દે આરએસએસના નિવેદન અંગે કહ્યું કે, અનામત એ દલિતોનો બંધારણીય અધિકાર છે. એને કોઇ સરકાર, ભાજપ કે આરએસએસ અટકાવી ન શકે. જો સરકાર એને લઇને સંસદમાં કોઇ કાયદો લાવે છે તો ભાજપ કોંગ્રેસ રાજકારણમાંથી સાફ થઇ જશે. મારી જનતાથી અપીલ છે કે ભાજપ અને સંઘને આવનારી ચૂંટણીમાં જોરદાર પાઠ ભણાવો.

માયાવતીએ કહ્યું કે, યૂપીમાં જો ભાજપ સરકારમાં આવશે તો અનામત ખતમ કરી દેવાશે. અમે અનામત માટે જાનની બાજી લગાવવા પણ તૈયાર છીએ.
First published: January 21, 2017, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading