પીછો કરી રહેલા લિવ ઇન પાર્ટનરથી બચવા રાત્રે 2 વાગ્યા સુધી મહિલા કેફેમાં બેસી રહી

પીછો કરી રહેલા લિવ ઇન પાર્ટનરથી બચવા રાત્રે 2 વાગ્યા સુધી મહિલા કેફેમાં બેસી રહી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો કિસ્સો, લિવ ઇન રિલેશનશીપ તોડી નાંખતા બોયફ્રેન્ડ મિત્રો સાથે ઘસી આવ્યો. જીવ બચાવવા મહિલા 5 કલાક કેફેમાં બેસી રહી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદમાં બોયફ્રેન્ડ સાથે સંબંધ તોડ્યા બાદ એક યુવતીએ હેમકેમ જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેતી એક મહિલા સાથે પાંચ દિવસ પહેલાં બોયફ્રેન્ડે સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જોકે, આ વાતની કિન્નાખોરી રાખી બોયફ્રેન્ડ તેના મિત્રો સાથે મહિલાને પજવી રહ્યો હતો. આ દરમિયાન બહેનપણનીના ઘરેથી જમીને પરત આવી રહેલી મહિલાનો બોયફ્રેન્ડે પીછો કરતા તે જીવ બચાવવા માટે એક કેફેમાં જતી રહી હતી અને ત્યાં રાત્રે 9.00 વાગ્યાથી મોડી રાત્રે 2.00 વાગ્યા સુધી બેસી રહી હતી.અંતે મહિલાએ 181ને કૉલ કરતા પોલીસે આવીને મહિલાનો છોડાવી હતી.

  બનાવની વિગત એવી છેકે મૂળ ગાંધીનગરની અને અમદાવાદમાં જોબ કરતી એક પંજાબી મહિલાનું લગ્ન થોડા સમય પહેલાં થયું હતું જોકે, પતિ સાથે તેને મનમેળ ન થતાં તેણે છુટ્ટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ અમદાવાદના એક યુવક સાથે ફ્રેન્ડશીપ થતા તેની સાથે ફ્લેટમાં લિવ ઇનમાં રહેવા જતી રહી હતી. મહિલાનો પરિવાર યુવક સાથે તેના લગ્ન કરાવા સંમંત હતો જોકે, યુવકે પાંચ દિવસ પહેલાં તેને તરછોડી દેતા તે પેઇન્ગ ગેસ્ટ તરીકે રહેવા જતી રહી હતી.  દરમિયાન મંગળવારે રાત્રે ઘટેલી ઘટનામાં મહિલા પોતાની બહેનપણીના ઘરેથી જમીને પરત જઈ રહી હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી ચાર - પાંચ મિત્રો સાથે ઘસી આવ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઝઘડા દરમિયાન પ્રેમીના મિત્રએ મોબાઇલ ઝૂંટવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગભરાઈ ગયેલી મહિલા જીવ બચાવવા માટે નજીકના કેફેમાં જતી રહી હતી જ્યાંથી તેણે 181 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. પાંચ કલાકમાં બેસી રહેલી મહિલાએ મહિલા હેલ્પ લાઇનની મદદ લેતા રાત્રે 2.00 વાગ્યે પોલીસે આવી તેને બચાવી હતી. જોકે, મહિલાએ આ કિસ્સામાં ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે.
  First published:April 25, 2019, 08:10 am

  ટૉપ ન્યૂઝ