શું ભાજપ ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે પાછો આવ્યો? અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: January 29, 2017, 9:48 PM IST
શું ભાજપ ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે પાછો આવ્યો? અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિવિધ મુદ્દે જવાબ આપ્યા. નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં શું ભાજપ હિન્દુત્વના મુદ્દે પરત ફરી રહ્યું છે? સવાલ અંગે અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિવિધ મુદ્દે જવાબ આપ્યા. નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં શું ભાજપ હિન્દુત્વના મુદ્દે પરત ફરી રહ્યું છે? સવાલ અંગે અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

  • Share this:
નવી દિલ્હી #ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વિવિધ મુદ્દે જવાબ આપ્યા. નેટવર્ક18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં યૂપી સહિત પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણી મુદ્દે ખુલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં શું ભાજપ હિન્દુત્વના મુદ્દે પરત ફરી રહ્યું છે? સવાલ અંગે અમિત શાહે શું જવાબ આપ્યો? જાણો

સવાલ : તમારા ચૂંટણી ઢંઢેરામાં એવું તે શું છે કે અન્યોમાં નથી?

જવાબ: ચૂંટણી ઢંઢેરાની પ્રસ્તાવનામાં અમે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, છેલ્લા 15 વર્ષમાં ઉત્તરપ્રદેશમાં સપા અને બસપાની સરકાર બનતાં આ રાજ્ય ઘણું પાછળ રહી ગયું છે. 15 વર્ષમાં અન્યોએ જેટલો વિકાસ કર્યો છે એની સરખામણીએ યૂપીમાં તકો ઘણી હોવા છતાં વિકાસ નથી થઇ શક્યો. ગવર્નેસ, લો એન્ડ ઓર્ડર, એડમિનિસ્ટ્રેશન અને ખાસ કરીને કૃષિ અને ઔધ્યોગિક વિસ્તારમાં ઘણું પાછળ રહી ગયું છે.

અમે એવું પ્લેટફોર્મ બનાવવા પ્રયાસ કર્યો છે કે જેના આધારે બુલંદ ઇમારત બનાવી શકાય. અમારો પ્રયાસ છે કે જો અમારી સરકાર બને છે તો અમે 5 વર્ષમાં યૂપીમાં એટલો વિકાસ કરશું કે એ અન્ય રાજ્યોની સાથે ઉભું રહી શકે.

સવાલ : તમે ચૂંટણી મેનીફેન્ટોમાં ખેડૂતોને દેવા માફી, સરળ લોન, સ્વાસ્થ્ય સુરક્ષા અને શિક્ષણની વાત કરી છે. તમે લેપટોપ આપવાની, કાયદો અને વ્યવસ્થા પર વિશેષ ભાર મુક્યો છે. આ અંગે તમારો શું મત છે?

જવાબ: અમે દેવા માફી, સરળ લોન ઉપરાંત ખેડૂતોને અનાજ ખરીદી માટે પણ સુવિધાઓ કરી આપવાનું વચન આપ્યું છે. ખેડૂતોને ફળ, શાકભાજી અને અનાજના પુરતા ભાવ અપાવવા માટે તમામ મંડીઓને કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાનું વચન આપ્યું છે. અમે દરેક ખેડૂતનો ત્રણ વર્ષની અંદર એક સોઇલ હેલ્થ કાર્ડ આપવાની પણ વાત કરી છે. જેનાથી ખેડૂતો જાણી શકશે કે એમના ખેતરમાં કેટલું ખાતર અને પાણીની જરૂર છે. તેઓ શું ખેતી કરે કે એમને વધુ ફાયદો થાય અને ઉત્તરપ્રદેશ કૃષિ વિકાસ દરને આગળ લાવી શકે. યૂપીના ખેડૂતો ખાડામાં છે એમને ઉપર લાવવા માટે વગર વ્યાજની લોન, દેવા માફીની અમે વાત કરી છે.સવાલ : તમે રામ મંદિર, કૈરાના અને ગૌ હત્યા પર રોક લગાવવાની વાત કરી છે. સાથો સાથ તમે જે જગ્યાએ હેલીકોપ્ટર સેવા શરૂ કરવાની વાત કરી છે. તે હિન્દુ ધાર્મિક સ્થળ છે તો શું એવું માની શકાય કે તમે ફરી એકવાર હિન્દુત્વના મુદ્દા પાછા આવ્યા છો?

જવાબ: કતલખાના પર રોક લગાવવાની વાતને આ રીતે ના જોવી જોઇએ. તમે પૂર્વી અને પશ્વિમી ઉત્તરપ્રદેશ, રૂહેલખંડ કે બુંદેલખંડ ગમે ત્યા જાવ, ત્યાં તમે જોશો કે કતલખાનાને પગલે દુધાળા પશુઓ ખતમ થઇ રહ્યા છે. દુષ્કાળની સ્થિતિમાં ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ખેડૂતો દિવસે દિવસે ગરીબ થઇ રહ્યા છે. જો એમની પાસે દુધાળા પશુઓ હશે તો તેઓ પોતાની આજીવિકા ચલાવી શકશે.

ઉત્તરપ્રદેશમાં દૂધ ઉત્પાદનની અપાર તકો છે. હું એવા વિસ્તારમાંથી આવું છું જે યૂપીની સરખામણીએ વરસાદ ઓછો પડે છે. સાથોસાથ પાણી પણ ઓછું છે. આમ છતાં ત્યાં ડેરીના માધ્યમથી દૂધ ઉત્પાદનનો રેકોર્ડ યથાવત છે. એવામાં અમે ઇચ્છીએ છીએ કે પશુધન બચાવવું જોઇએ.

જોકે, સ્થિતિ એવી છે કે પશુધનને ઉઠાવી લેવાય છે અને એને કતલખાનામાં કાપી દેવાય છે. આમ છતાં ખેડૂતોની ફરિયાદો લેવાતી નથી. અમારો પ્રયાસ છે કે, જે પશુધન બચશે તો ખેડૂતોને લાભ થશે. એ માટે અમે દરેક ચાર જિલ્લામાં એક ડેરી બનાવવાની જોગવાઇ કરીશું. જ્યાં ખેડૂતોને દૂધના યોગ્ય ભાવ મળી શકે અને ખેડૂતો પોતાની ગરીબી દુર કરી શકે.

સવાલ: ચૂંટણીમાં તમે ભાજપને કેટલી બેઠકોએ જીત અપાવશો?

જવાબ: અત્યારે સમગ્ર ઉત્તરપ્રદેશનું આંકલન કરવું ઉતાવળ કહેવાશે. હું એટલું જરૂર કહીશ કે પહેલા અને બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 135 બેઠકોમાંથી ભાજપ 90 બેઠકો લાવશે.

સવાલ : તમારી મુખ્ય લડાઇ કોનાથી છે, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ ગઠબંધન કે માયાવતી સાથે?

જવાબ: સપા કોંગ્રેસ ગઠબંધનથી.

સવાલ: શું તમને નથી લાગતું કે સપા કોંગ્રેસ ગઠબંધનને મુસ્લિમ, યાદવ અને સવર્ણ જાતિનું સમર્થન મળતાં તમારે આકરા પડકારોનો સામનો કરવો પડશે?

જવાબ: કાગળ પર આ પ્રકારની ગણતરીઓ કરવી આસાન છે. જ્યારે હું કાયદો અને વ્યવસ્થાની વાત કરૂ છું તો એનો મતલબ યૂપીમાં દરેક પરેશાન છે. ભલે તે યાદવ હોય કે અન્ય કોઇ જાતિનો. ગરીબોનું શોષણ વધુ થાય છે એ વાસ્તવિકતા છે. પછાત, અતિ પછાત વધુ પરેશાન છે. શહેરોમાં વધુ પરેશાની છે. પરંતુ બધા છટકી રહ્યા છે. કાયદો વ્યવસ્થા યોગ્ય ન હોવાથી બધા પરેશાન છે.

બુલંદશહેર હાઇવે પર જો મા પુત્રી પર રેપ થાય છે તો આ મુશ્કેલી બધાની છે. મથુરામાં સરેઆમ રામવૃક્ષ યાદવ ત્રણ વર્ષથી સરકારી જમીન પર કબ્જો કર્યે હતો. જ્યારે પોલીસ જાય છે તો સામે ગોળીબારી થાય છે અને જવાનો શહીદ થાય છે. આ સ્થિતિ કોઇ પણ યૂપીવાળાને પસંદ નથી. જો અખિલેશ સમજે છે એ પરિવાર ડ્રામા કરીને આ ગઠબંધનને ચૂંટણીનો મુદ્દામાંથી હટાવી લેશે તો જાણી લો કે યૂપીમાં ગેરકાયદે પશુઓને ઉઠાવી મારી નાંખનારા, મહિલાઓની સુરક્ષા અને ખોટી રીતે જમીન પર કબ્જો જમાવી દેનારા હજુ હાજર છે. અખિલેશ ઇચ્છે તે કરી લે પરંતુ આ મુદ્દો ખતમ નહીં થાય.

સવાલ: શેરડીના ખેડૂતો અંગે તમે શું કહેશો?

જવાબ : આ દેશમાં લાંબા સમયથી ખેડૂતોની સમસ્યાને નથી ઉઠાવાઇ, નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ એમના હિતો માટે કામ શરૂ થયું છે. સૌથી પહેલા ઇથેનોલની ખપત વધારાઇ છે. જેના કારણે એમને શેરડીના યોગ્ય ભાવ મળી રહ્યા છે. શેરડીની આયાત બંધ કરી દેવાઇ છે. જે કારણે એમને સારી કિંમત મળી રહી છે. નિર્યાત પર સબસિડી આપવાથી ખેડૂતોને ફાયદો થશે. અમે શેરડીના ખેડૂતોને સારૂ વળતર અપાવ્યું છે. અમે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો પર ભાર મુક્યો છે. અમે વચન આપ્યું છે કે, 120 દિવસોમાં યૂપીમાં શેરડીના ખેડૂતોને 6 હજાર કરોડ રૂપિયા ચુકવાશે. સાથોસાથ અમે એવી વ્યવસ્થા કરવા જઇ રહ્યા છીએ કે જે દિવસથી ખેડૂતો પોતાની શેરડીને લઇને મિલમાં જશે. એના 14 દિવસ બાદની તારીખનો ચેક એજ સમયે મળી જશે.

સવાલ : શું ઉત્તરપ્રદેશમાં યાતાયાત વ્યવસ્થા સુધારવા માટે શું કરશો?

જવાબ : ઉત્તરપ્રદેશમાં ઇસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ કોરિડોરને પુરો કરાશે. દરેક ગામમાં તાલુકા મથકથી બસ સુવિધા શરૂ કરાશે. આ સાથે અમે સ્વાસ્થ્ય વ્યવસ્થાને સુધારવા માટે પણ વચન આપ્યું છે. 108 નંબર પર કોલ કરવાથી આજે પણ દોઢ કલાક સુધી ગામમાં એમ્બ્યુલન્સ આવતી નથી. અમે એને ઘટાડીને 15 મિનિટ સુધી લઇ આવશું. અમે 25 નવી મેડિકલ કોલેજો ખોલશું અને છ એમ્સ સમાન હોસ્પિટલ ખોલી હોસ્પિટલ સુવિધા વધારશું.

સવાલ : ઉત્તરપ્રદેશની આર્થિક વ્યવસ્થા સુધારવા માટે શું કરશો?

જવાબ : જો રોબર્ટસગંજ અને બુંદેલખંડની ખાણોમાં મોટા પાયે થતી ચોરી અને નોએડામાં ટેક્સ ચોરી પર રોક લગાવાશે તો ઉત્તરપ્રદેશનું બજેટ આપોઆપ બમણું થઇ જશે. આ પ્રયોગ અમે બીજા રાજ્યોમાં પણ કર્યો છે.

સવાલ: શું સપાના પરિવાર ડ્રામા સ્ટેજ ફેમિલી ડ્રામા હતો?

જવાબ: આ કેવો ડ્રામ હતો એ એમની પર છોડી દો. જો કોઇ વિચારે છે કે એ ફેમિલી ડ્રામાને પગલે તમામ આરોપોથી બચી શકે તો એ એમની ગલતફેમી છે. વોટિંગના દિવસે જનતા પાંચ વર્ષનો અત્યાચારને યાદ કરીને મત આપશે.

સવાલ : કહેવાય છે કે, આવનાર ચૂંટણી પીએમ મોદીની નોટબંધી પર એક રાયશુમારી છે. શું તમે એ વાતથી સહમત છો?

જવાબ: આ કહેવું યોગ્ય નથી કે રાયશુમારી નોટબંધી પર થશે. કારણ કે યૂપીમાં સરકારના વિરોધમાં ઘણા મુદ્દા છે. ખનન માફિયા બેખોફ બનીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. રસ્તા નિર્માણમાં નેશનલ હાઇવે પ્રતિ કિલોમીટર 18 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તો યૂપીમાં 31 કરોડનું ટેન્ડર નીકળે છે. જનતા જાણે છે કે આ 13 કરોડ રૂપિયા ક્યાં જાય છે. ચાર ધામ ઉત્તરાખંડથી વધુ ખર્ચે યૂપીમાં રસ્તા બને છે. તો એ ક્યાં જાય છે. એ બાદ પણ જો વિરોધી નોટંધી પર રાયશુમારી ઇચ્છે છે તો ભાજપ તૈયાર છે. અમે જાણીએ છીએ કે યૂપીની જનતા નોટબંધી અને ભાજપની સાથે છે અને કમળ નિશાન પર જ મ્હોર લગાવશે.

સવાલ : શું તમને લાગે છે કે નોટબંધી બ્લેકમની ને રોકવા માટે સફળ રહેશે?

જવાબ: જો કોઇ આટલા મોટા નિર્ણયનું આકલન માત્ર ત્રણ મહિનામાં કરવા ઇચ્છે તો આ જલ્દબાજી હશે. આ એક મોટી રણનીતિનો એક ભાગ છે. અમારી સરકારે જે દિવસે શપથ લીધા હતા એ દિવસથી જ બ્લેક મની વિરૂધ્ધ અમારી લડાઇ શરૂ થઇ ગઇ હતી. અમારી પહેલી કેબિનેટની બેઠકના પ્રથમ પ્રસ્તાવનામાં એસઆઇટીના એ રિપોર્ટને લાગુ કરાવ્યો જે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ યૂપીએ સરકાર દોઢ વર્ષથી લટકાવતી હતી. ત્યારથી નોટબંધી સુધી અમારી સરકાર બ્લેક મની વિરૂધ્ધ 29થી વધુ પગલાં ઉઠાવી ચુકી છે. એના મારફતે દેશ અને વિદેશ બંને જગ્યાએ બ્લેકમની પર આકરા પ્રહારો કરાયા છે. આમ છતાં જો કોઇ પુછે કે નોટબંધીથી ત્રણ મહિનામાં બ્લેકમની સમાપ્ત થઇ જાય તો હું એમને કહીશ કે થોડો અર્થશાસ્ત્રનો પણ અભ્યાસ કરવો જરૂરી છે.

સવાલ : નોટબંધી બાદ ઘણા રૂપિયા સિસ્ટમમાં આવી ગયા છે, કહેવાય છે કે, પૂંજીપતિઓ આ વખતે પણ આંખમાં ધૂળ નાંખીને છટકી ગયા, તો શું આવનારા સમયમાં તમે એમની પર છાપામારી કરાવશો કે અન્ય કોઇ હથકંડાથી કડક કાર્યવાહી કરશો?

જવાબ: જુઓ, આ ભ્રમ ફેલાવાઇ રહ્યો છે કે, બેંકમાં જે પૈસા આવ્યા છે તે સફેદ થઇ ગયા છે. દોઢ લાખથી વધુની જુની નોટો જે બેંકમાં જમા થઇ છે. એમની યાદી તૈયાર થઇ રહી છે. એમની પર તમામ એજન્સીઓ કામ કરી રહી છે. સરકાર કઠોર પગલાં ભરવા જઇ રહી છે અને કાયદો લાવી રહી છે. સાથોસાથ બ્લેક મનીવાળાઓ માટે વધુ એક તક આપતો કાયદો લવાયો છે.

હું એટલું જરૂર કહેવા ઇચ્છીશ કે, કોઇ પણ બ્લેક મની બેંકમાં મુકવાથી સફેદ નહીં થાય, એ જરૂરી છે કે પૈસા સિસ્ટમમાં આવ્યા છે એને ગરીબ કલ્યાણમાં લગાવાશે. બે ટંકનું ખાવાનું ભેગુ નથી કરી શકતા, જેમના ઘર નથી, જેમના ઘરમાં લાઇટ નથી. જેમના ઘરમાં શુધ્ધ પીવાનું પાણી નથી એમના કલ્યાણ માટે જ પૈસા ખર્ચ કરાશે. અત્યાર સુધી પૈસા નેતાઓ, પૂજીપતિઓના ખજાનામાં બંધ હતી. આજે એ બેંકમાં આવી ગયા છે.

સવાલ: મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય હતો. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક, શું ભારતનું વલણ પાકિસ્તાન પ્રતિ કઠોર હશે અને આવનારા સમયમાં એને જડબાતોડ જવાબ અપાશે?

જવાબ: ભારતનું વલણ પાકિસ્તાન પ્રતિ કેવું રહેશે એ પાકિસ્તાન પર નિર્ભય કરે છે. અમે ઇચ્છીએ છીએ કે સૌથી સારા સંબંધ રચાય. પડોશી સાથે સાંથિ અમારી પ્રાથમિકતા છે. પરંતુ જો કોઇ અમારી ભાવનાને નિર્બળતા સમજે તો એ એની ભુલ હશે. આ ભાજપની સરકાર છે. આ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. સરહદની સુરક્ષાઓ અને જવાનોના જાન માટે કોઇ સમજુતી નહીં કરાય. આ બધાએ સમજવું પડશે. અમે જે પગલાં ઉઠાવ્યા છે એ દ્રઢ રાજનીતિક ઇચ્છાશક્તિ અને સેનાના શૌર્યનો સંયુક્ત પ્રયાસ છે.
First published: January 29, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading