અમદાવાદ : ચોમાસાને લઈ તંત્ર સજ્જ, 108 તરવૈયાની ટીમ તૈયાર, ફોન કરી મદદ માંગી શકાશે

અમદાવાદ : ચોમાસાને લઈ તંત્ર સજ્જ, 108 તરવૈયાની ટીમ તૈયાર, ફોન કરી મદદ માંગી શકાશે
અમદાવાદ જિલ્લામાં વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે.

ગુજરાતમાં આપત્તિજનક પરિસ્થિતિ માટે નાગરિકો ટોલફ્રી નંબર પરથી ફોન કરીને મદદ માંગી શકશે. જાણો મદદ માટે ક્યા નંબર પર ફોન કરવાનો રહેશે.

  • Share this:
રાજ્યમાં વરસાદી માહોલ છે.અને સરકારની સૂચના પ્રમાણે તમામ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે અને મુશ્કેલી સર્જાય તે પહેલાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે.અને અમદાવાદ કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.નીચાન વાળા વિસ્તાર માં ક્યાં પ્રકાર ની તકેદારી રાખવી ને લઇ મામલતદાર અને તલાટી સાથે મીટીંગ પણ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલા એ જણાવ્યું છે કે અમદાવાદ કલેકટર કચેરી અને અમદાવાદ જિલ્લાના તમામ 9 તાલુકામાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે..જેથી કરીને તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય..અમદાવાદ જિલ્લામાં બનાવવામાં આવેલા મુખ્ય કંટ્રોલરૂમમાં 24 કલાક નાયબ મામલતદાર ફરજ પર હાજર રહેશે.સાથે જ અમદાવાદ જિલ્લામાં 108 તરવૈયાની ટિમ બનાવવામાં આવી છે.આ પણ વાંચો :  સુરત : FB પર મિત્રતા કરી વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, 10 લાખ રૂપિયા માંગનાર યુવતીની ધરપકડ

ગુજરાતમાં આપત્તિજનક પરિસ્થિતિ માટે નાગરિકો ટોલફ્રી નંબર 1077 પર ફોન કરીને મદદ માંગી શકશે.તો અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકામાં એક સાયક્લોન સેલ્ટર હોમ પણ અગમચેતીના ભાગરૂપે બનાવવામાં આવ્યુ છે..જેમાં એક સાથે 250 ગ્રામજનોને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે..આપત્તિ સમયે ગ્રામજનોને જમવાનું મળી રહે તે માટે પુરતા અનાજનું સંગ્રહની વ્યવસ્થા પણ અમદાવાદ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :  Coronavirus: અમદાવાદમાં કોરોનાના દર્દીનો ડિસ્ચાર્જ રેટ વધ્યો, તંત્રની કમાલ કે આંકડાની માયાજાળ?

તેમજ ahmedabad.gujarat.gov.in વેબસાઈટ પર તમામ માહિતી મૂકવામાં આવી છે.. નહેર અને ડેમ ઉભરાશે થતાં નદી ઓવર ફલો થશે તો ગામ ના સરપંચ અને એન્જીનીયરો તમામ લોકો ને નંબર આપવામાં આવ્યા છે...તાત્કાલિક મદદ મળી શકશે.અને જરૂર પડીએ લોકોનું સ્થળાંતર કરવા માટેની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:July 08, 2020, 19:21 pm

ટૉપ ન્યૂઝ