સરકારી સ્કૂલ પણ ના છોડી, શહેર કોટડાની સરકારી સ્કૂલના બાથરૂમમાંથી દારૂનો જથ્થો મળ્યો


Updated: October 22, 2020, 3:44 PM IST
સરકારી સ્કૂલ પણ ના છોડી, શહેર કોટડાની સરકારી સ્કૂલના બાથરૂમમાંથી દારૂનો જથ્થો મળ્યો
શહેર કોટડા વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલના બાથરૂમમાંથી બિનવારસી દારૂનો જથ્થો મળ્યો

સ્કૂલો બંધ હોવાનો ફાયદો લેવા બુટલેગરો દારૂ મૂકી ગયા હોય એવું લાગી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી નવી ટેક્નિક અપનાવતા હોય છે અને છેલ્લા થોડા સમયમાં અનેક વાર પોલીસે કરોડોનો દારૂ નો જથ્થો કબ્જે કર્યો છે. કોઈ દવાની આડમાં તો કોઈ ભંગારની આડમાં તો કોઈ અનાજની આડમાં દારૂ લઈને આવતા પકડાઈ ગયા છે પરંતુ અમદાવાદમાં બુટલેગરોની ફરી નવી ટેકનિક સામે આવી છે.

કોરોનાના આ સમયમાં સરકારી સ્કૂલ હાલ બંધ છે અને તેનો ફાયદો મેળવી બુટલેગરો હવે સ્કૂલને પણ છોડી નથી. ગોડાઉન તરીકે સ્કૂલનો પણ ઉપયોગ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં સ્કૂલમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સ્કૂલો બંધ હોવાનો ફાયદો લેવા બુટલેગરો દારૂ મૂકી ગયા હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : પોલીસ કર્મીને લોકોએ દોડાવી દોડાવીને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ


સરસપુરમાં આવેલ ગુજરાતી અને ઉર્દૂ શાળામાંથી દારૂની બોટલ મળી આવી છે. બંધ શાળાના બાથરૂમમાંથી 178 ક્વોટર અને 40 નંગ દારૂની બોટલ મળી આવી કુલ 46,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને દારૂ છે એવી માહિતી આપવામાં આવી હતી. પોલીસનું કેહેવું છે કે આ દારૂ જૂનો હોય અને એવી જગ્યા હતી કે કોઈ જતું ન હતું જેથી કોઈએ સંતાડીને રાખી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે આ દારૂ કોનો છે અને કોણ મૂકી ગયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
Published by: Ashish Goyal
First published: October 22, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading