અમદાવાદ : મિત્રોને બહેનના લગ્નની દારૂ પાર્ટી આપી, પોલીસના દરોડામાં 14 લોકો ઝડપાયા

અમદાવાદ : મિત્રોને બહેનના લગ્નની દારૂ પાર્ટી આપી, પોલીસના દરોડામાં 14 લોકો ઝડપાયા
અડાલજ પોલીસે લગ્ન પ્રસંગની દારૂ પાર્ટીમાં દરોડા પાડતા પ્યાસીઓના રંગમાં ભંગ પડ્યો હતો.

અમદાવાદમાં અડાલજ પોલીસે રેડ કરી, કોલ્ડસ્ટોરેજના ગ્રાઉન્ડમાં એકતરફ ક્રિકેટ ટુર્નામેન્ટ અને બીજીતરફ પાર્ટીખૂણામાં 14 યુવકો દારૂ પીતા ઝડપાયા

  • Share this:
અમદાવાદઃ હાલ લગ્નની સિઝન  (Wedding season) ચાલી રહી છે તેવામાં બેચલર પાર્ટી (Bachelor party) પણ યોજાતી રહેતી હોય છે. અને આવી પાર્ટીઓ પર પોલીસની (Police) ખાસ નજર રહેતી હોય છે. તેવામાં અડાલજ પોલીસે(Adalaj police) એક દારૂની મહેફિલનો કેસ કર્યો છે, જેમાં 14 જેટલા લોકોને પોલીસે દારૂની મહેફિલ (Liquor) માણતા ઝડપી પાડ્યા છે. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે એકતરફ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલતી હતી ત્યાં બીજીબાજુ ખૂણામાં નબીરાઓ દારૂ પી રહ્યા હતા.

પોલીસ તરફથી જાણવા મળ્યા મુજબ અડાલજ પોલીસને બાતમી મળી હતી કે અડાલજમાં આવેલા સોહમ કોલ્ડ સ્ટોેજ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી. પોલીસે રેડ કરી ત્યારે સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં પહેલા તો ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ મેચ જોઇ રહી હતી. ત્યાં ખૂણામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા. પોલીસે રેડ કરી આ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી હતી.આ પણ વાંચો : મોંઘવારીએ માઝા મૂકી, સિંગતેલના ભાવમાં 10 દિવસમાં ડબ્બે રૂ. 40 નો વધારો

પોલીસે રેડ બાદ સ્થલ પરથી દારૂ ભરેલી 9 બોટલ અને સાત ખાલી બોટલ તથા વાહનો મળી આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઘાટલોડિયામાં રહેતા કેવિન સુનિલભાઇ પટેલની બહેનના લગ્ન હોવાથી તેણે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સાથે દારૂની પાર્ટી રાખી હતી.

આ પણ વાંચો : રૂપાણી સરકારની કબૂલાત : ગુજરાતમાં દર સાત કલાકે દુષ્કર્મની એક ફરિયાદ નોંધાય છે

નબીરાં ઝડપાયા

પોલીસે ગાંધીનગરના સોહમ પ્રજાપતિ, આંબાવાડીમાં સુક્રુતિ ફ્લેટમાં રહેતા રૂમિત પટેલ અને અંકિત શાહ, બોપલ પારસ બંગલોમાં રહેતા મિલન પટેલ, નારણપુરામાં નંદેગ્રામમાં રહેતા પાર્થ પટેલ, સોલા રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતા સૌમિલ પટેલ, વસ્ત્રાપુરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંકેત પટેલ, થલતેજના આનંદ બંગલોમાં રહેતા ધ્રુવ પટેલ, થલતેજના સનસાઇન ફ્લેટમાં રહેતા વિશ્વજીતસિંહ રાણા, એસજી હાઇવે પરના પ્રેમચંદ બંગલોમાં રહેતા નિકુલ પટેલ, ઘાટલોડિયામાં ટી.બી.ન્યુમાં રહેતા કેવિન પટેલ, ઘાટલોડિયા વિશ્વનિકેતન ફ્લેટમાં રહેતા ચિરાગ પટેલ, ઉસ્માનપુરાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જીગર પટેલ તથા નવરંગપુરાની સંધ્યા સોસાયટીમાં રહેતા વંદિત પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન 66(1)(બી), 85,84,68,65(એ)(ઇ), 116 બી, 81 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
Published by:News18 Gujarati
First published:December 14, 2019, 09:35 am

ટૉપ ન્યૂઝ