સરકારે સ્વીકાર્યુ, રાજ્યમાં બે વર્ષમાં 194 સિંહ, 321 દીપડાનાં મોત થયા મોત

News18 Gujarati
Updated: February 23, 2019, 10:22 AM IST
સરકારે સ્વીકાર્યુ, રાજ્યમાં બે વર્ષમાં 194 સિંહ, 321 દીપડાનાં મોત થયા મોત
ફાઇલ તસવીર

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 84 બાળ સિંહ સાથે 194 સિંહ અને 75 બચ્ચા સાથે કુલ દીપડા 321 મૃત્યુને ભેટયા હોવાની વાત સામે આવી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 84 બાળ સિંહ સાથે 194 સિંહ અને 75 બચ્ચા સાથે કુલ દીપડા 321 મૃત્યુને ભેટયા હોવાની વાત સામે આવી છે. ગઇકાલે શુક્રવારે વિધાનસભાની પ્રશ્નોત્તરમાં વનમંત્રીએ આપેલા જવાબમાં આ બંને વન્યપ્રાણીમાં વર્ષ 2017 કરતા 2018માં મૃત્યુદર વધ્યાનું કહેવાયુ છે. સરકાર જણાવે છે કે આમાંથી મહત્તમ મૃત્યુ કુદરતી રીતે થયા જ્યારે 194માંથી 27 સિંહ અને 321માંથી 86 દીપડા જ અકુદરતી રીતે મૃત્યુ પામ્યાનું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત શુક્રવારનાં વિધાનસભાનાં પ્રશ્નોત્તર સત્રમાં અન્ય મહત્વનાં પ્રશ્નો પણ પૂછવામાં આવ્યાં. ગુજરાતમાં સરકારી પ્લેન અને હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં રૂપિયા 12 કરોડ 16 લાખથી વધારે ખર્ચો થયો છે. નાગરીક ઉડ્ડયન મંત્રીએ આપેલા જવાબમા સરકારી પ્લેનના મેઈન્ટેનન્સ પાછળ વર્ષ 2019માં રૂ. 2.35 કરોડ અને 18 રૂ.3.14 કરોડથી વધુ વાપર્યાનું સ્વિકારાયુ છે. આ બે વર્ષમાં સૌથી વધુ ખર્ચ રૂ.6 કરોડ 66 લાખથી વધારે રકમ તો માત્ર હેલિકોપ્ટર માટે વપરાઈ છે.

આ ઉપરાંત રાજ્યનાં ઉત્સવો અંગે મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર્યું કે રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રિ મહોત્સવ પાછળ સરકારે બે વર્ષમાં રૂ.43 કરોડથી વધારે ખર્ચો કર્યો છે. તેમાંથી દેશી-વિદેશી મહેમાનોની સરભરા માટે રૂ.4 કરોડથી વધારે વાપર્યાનું સ્વિકારતા પ્રવાસન મંત્રીએ એકલા પંતગોત્સવમાં જ રૂ.17 કરોડ 10 લાખથી વધારે ખર્ચ કર્યાનું જણાવ્યુ છે. પતંગોત્સવમાં 223 વિદેશીઓ માટે પણ સરકારે ધુમ ખર્ચો કર્યો હતો.
First published: February 23, 2019, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading