ગુજરાતનાં આ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી, બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે

News18 Gujarati
Updated: December 11, 2019, 3:28 PM IST
ગુજરાતનાં આ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી, બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે
પ્રતિકાત્મક તસવીર

જ્યારે બે દિવસ બાદ એટલે 13મી તારીખથી રાજ્યનાં તાપમાનમાં વધારે ઘટાડો થશે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં શિયાળાની મોસમ તેજ બનતી હોય તેમ લઘુત્તમ તાપમાનનાં પારામાં થોડો થોડો ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જ્યારે બે દિવસ બાદ એટલે 13મી તારીખથી રાજ્યનાં તાપમાનમાં વધારે ઘટાડો થશે.

આ પણ વાંચો : 'ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વાયોજિત ન હતા' : નાણાવટી અને મહેતા પંચનો તપાસ અહેવાલ

હવામાન વિભાગનાં જયંત સરકારે જણાવ્યું છે કે, 'અત્યારે દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોન સર્ક્યુલેશન છે. જેના કારણે બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નથી. આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસ રાજ્યનું તાપમાન આવું જ રહેશે જ્યારે 48 કલાક એટલે બે દિવસ પછી 13 તારીખથી તાપમાનમાં નીચે આવશે. આ દરમિયાન પવનની દિશા પણ ઉત્તર તરફી થઇ જશે. અરબી સમુદ્રમાં જે સાયક્લોન થવાનું હતું તે જતું રહ્યું છે જેના કારણે હાલ માછીમારોને કોઇ ચેતવણી કરવામાં આવતી નથી.'

આ પણ વાંચો : DPS East વિવાદ : મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

જો ગાંધીનગરની વાત કરીએ તો, સોમવારે લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારે મંગળવારે ઠંડીના પારામાં ઘટાડો નોંધાતાં 13.8 ડિગ્રી આવી ગયું હતું. ધીમે ધીમે શિયાળાની ઠંડી પાટનગરમાં આક્રમક બનતી જતી હોય તેવા વાતાવરણનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. પાંચ જ દિવસમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી જેટલું ગગડી જતાં તેની અસર દિવસ દરમિયાન પણ અનુભવવા મળી રહી છે.

આ વીડિયો પણ જુઓ :
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर