અમદાવાદનાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા

News18 Gujarati
Updated: June 13, 2019, 11:32 AM IST
અમદાવાદનાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા
અમદાવાદનાં વાતાવરણમાં પલટો આવ્યો.

દરિયાકાંઠાનાં વિસ્તારઓમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતારણ થતાં વરસાદી માહોલ સર્જાયો છે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ :  વાયુ વાવાઝોડાને કારણે રાજ્યભરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયાકાંઠાનાં વિસ્તારઓમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતારણ થતાં વરસાદી માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં હળવા છાટાં પડ્યાં છે. શહેરવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવીને હાશકારો અનુભવ્યો છે. મહત્વનું છે કે ગઇકાલ સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણનો માહોલ સર્જાયો છે.

પાલડીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા

વાયુ વાવાઝોડાની સતર્કતાને પગલે અમદાવાદ કોર્પોરેશને પણ પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ ઉપરાંત સતર્કતાના ભાગરૂપે દરેક ઝોનમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરીને ફાયરના સ્ટાફની રજાને રદ કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના ભયજનક હોર્ડિંગ્સને દૂર કરાયા છે.

બે જગ્યાએ પડ્યાં ઝાડ

અમદાવાદમાં બે જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. વસ્ત્રાપુર મેનેજમેન્ટ એનકલેવ પાસે એક ગાડી પર ઝાડ પડ્યું હતું જ્યારે અમરાઇવાડી ગુલાબનગર વિસ્તારમાં પણ એક ઝાડ પડ્યું. બંને જગ્યાએ ફાયરની ટીમોએ કામગીરી શરૂ કરી દીધી હતી.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં 50થી વધુ ગામોમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. સાગબારા હાઇવે પર વૃક્ષો તૂટી પડતાં બે કલાક સુધી ચકકાજામ રહ્યો હતો. બાયડ, મોડાસા, પાટણ, પાલનપુર, અંબાજી, હિમંતનગર, શામળાજી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.  મહેસાણામાં અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં શહેરમાં અંધારાપટ છવાઈ ગયું છે.

અમદાવાદ સજ્જ

મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર વાવાઝોડા દરમિયાન સર્જાનારી સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. કોઈ પણ આપત્તિને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડ, બગીચા ખાતું, ટોરેન્ટ પાવરના કર્મચારીઓ સહિતની 550 કર્મચારીઓ ગુરુવારે સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એફ. એમ. દસ્તૂરે જણાવ્યું હતું કે, અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે 47 વૂડ- ચેઇન કટર, 48 મેટલ કટર મશીન, લાઇફ જેકેટ સાથેની 8 બોટ તૈયાર છે. કોઈ પણ સ્થિતિમાં ફાયર બ્રિગેડ પહોંચી વળશે.
First published: June 13, 2019, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading