કોરોનાને મ્હાત આપવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાશે લાઈફાઈ ટેકનોલોજીનો પ્રયોગ

કોરોનાને મ્હાત આપવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાશે લાઈફાઈ ટેકનોલોજીનો પ્રયોગ
કોરોનાને મ્હાત આપવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાશે લાઈફાઈ ટેકનોલોજીનો પ્રયોગ

આ ટેકનોલોજી દર્દીઓને સાજા કરવા અને ડોક્ટર-તબીબી સ્ટાફને ચેપગ્રસ્ત થતા અટકાવશે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનો ખતરો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કોરોનાને મ્હાત આપવા કરાશે LIFI વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજી કોરોનાના દર્દીઓ અને ડોક્ટરો તેમજ સારવારમાં લાગેલ તબીબી સ્ટાફ વચ્ચેનું અંતર ઘટાડશે. તબીબો કે નર્સીગ સ્ટાફને જે ચેપ લાગવાનો ભય રહેલો છે તે અટકાવવામાં અસરકારક સાબિત થશે.

હાલમાં કોરોના વાયરસના કેસ દેશભરમાં વધી રહ્યા છે. કેટલીક જગ્યાએ કોરોનાના દર્દીઓને સાજા કરવા જતાં ડોકટર અને નર્સીગ સ્ટાફને ચેપ લાગવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં 1200 બેડની હોસ્પિટલ ને હાલ કોવિડ 19 કોરોના હોસ્પિટલ બનાવી દેવાઈ છે ત્યાં LIFI ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ ટેકનોલોજી કોરોનાના દર્દીઓને સારવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.આ પણ વાંચો - વડોદરાના દર્દીએ કોરોનાને આપી માત, હોસ્પિટલના સ્ટાફે આપી ભાવસભર વિદાય

અત્યાર સુધી આપણે WIFI ટેકનોલોજી વિશે સાંભળ્યું છે પરંતુ હવે આવી ગઈ છે LIFI ટેકનોલોજી. આ ટેકનોલોજી વાળી વિશ્વમાં 18 કંપનીઓ આવેલી છે જેમની એક કંપની અમદાવાદમાં છે, જે સિવિલ હોસ્પિટલમાં LIFI ટેકનોલોજી લગાવી રહી છે. આ અંગે નવ વાયરલેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના કો-ફાઉન્ડર હાર્દિક સોનીએ જણાવ્યું કે આ ટેકનોલોજીમાં લાઈટના માધ્યમથી ડેટા ટ્રાન્સમિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં કોઈ ઇલેક્ટ્રોનિક વેવસ નથી જેથી આ ટેકનોલોજી ગ્રીન ટેકનોલોજી તરીકે ઓળખાય છે. દરેક ઘરમાં કે હોસ્પિટલમાં LED લાઈટ તો છે. આ લાઈટ એક હોટસ્પોટ ડિવાઇસ બની જશે. જેથી તેને કોઈ પણ મશીન સાથે કનેક્ટ કરી શકાશે. ઉદાહરણ તરીકે હોસ્પિટલમાં જે લોકો કામ કરી તેમાં દર્દીઓના મોનીટર કરવાના હોય છે. દર્દીઓના વેન્ટીલેટરના ડેટા, પલ્સના ડેટા, ટેમ્પરેચરના ડેટા જે આઇસોલેશન વોર્ડમાં જઈને લેવું પડતું હોય છે જે ઓલરેડી યુનિટમાં ડિસ્પ્લે હોય છે. આ ડેટા લાઈટ થ્રુ એક ઇન્સ્ટ્રુમેન્ટ માંથી બીજા ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેટિક સેન્ડ થઈ જાય અને સ્ટાફને આઇસોલેશન વોર્ડમાં જવું ના પડે. એટલે સ્ટાફનું દર્દી સાથે ઇન્ટરેક્શન ઓછું થઈ જાય અને સંક્રમણનું રિસ્ક ઘટી જાય છે. આ ટેકનોલોજી હોસ્પિટલને ફ્રી માં પ્રોવાઇડ કરાઈ છે.

સંબંધિત સત્તાવાળા સાથે આ પહેલ અંગેની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી દેવામાં આવી છે અને ઈન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ સાથે આઈસોલેશન વોર્ડ્સના તમામ દર્દીઓ અને મેડિકલ સ્ટાફ રેડિયેશન-મુક્ત કમ્યૂનિકેશન નેટવર્કનો ઉપયોગ કરી શકશે. જે વેન્ટિલેટર્સ ડેટા વગેરે જેવા હોસ્પિટલ ઈન્સ્ટ્ર્મેન્ટ્સ સાથે જોડાયેલું હશે. ઉપરાંત, હાલના વાઈફાઈ ઈન્ટરનેટની સરખામણીએ લાઈફાઈ અત્યંત ઝડપી અને સુરક્ષિત નેટવર્ક છે.
First published:April 07, 2020, 20:38 pm

ટૉપ ન્યૂઝ