Home /News /madhya-gujarat /

આફ્રિકિયા એરવેજનું વિમાન હાઇજેક કરનારાઓએ કર્યું સરેન્ડર, તમામ મુસાફરો સુરક્ષિત

આફ્રિકિયા એરવેજનું વિમાન હાઇજેક કરનારાઓએ કર્યું સરેન્ડર, તમામ મુસાફરો સુરક્ષિત

લીબિયામાં આફ્રિકિયા એરવેજના વિમાનને હાઇજેક કરનાર બંને અપહરણકર્તાઓએ કેટલાક કલાકોની અફરાતફરી બાદ છેવટે આત્મસમર્પણ કર્યું છે. વિમાનમાં હાજર 7 ક્રુ મેમ્બર અને તમામ 118 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનને બળજબરીપૂર્વક માલટામાં ઉતારાયું હતું. અપહરણકર્તાઓએ વિમાનમાંથી ધીરે ધીરે તમામ મુસાફરોને મુક્ત કર્યા હતા. બાદમાં એમણે પણ સુરક્ષાકર્મીઓ સામે આત્મસમર્પણ કર્યું હતું. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યુ ન હતું કે આ વિમાનનું અપહરણ કેમ કરાયું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #લીબિયામાં આફ્રિકિયા એરવેજના વિમાનને હાઇજેક કરનાર બંને અપહરણકર્તાઓએ કેટલાક કલાકોની અફરાતફરી બાદ છેવટે આત્મસમર્પણ કર્યું છે. વિમાનમાં હાજર 7 ક્રુ મેમ્બર અને તમામ 118 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનને બળજબરીપૂર્વક માલટામાં ઉતારાયું હતું. અપહરણકર્તાઓએ વિમાનમાંથી ધીરે ધીરે તમામ મુસાફરોને મુક્ત કર્યા હતા. બાદમાં એમણે પણ સુરક્ષાકર્મીઓ સામે આત્મસમર્પણ કર્યું હતું. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યુ ન હતું કે આ વિમાનનું અપહરણ કેમ કરાયું હતું.

આ વિમાન સેબાથી ત્રિપોલી જઇ રહ્યું હતું. અપહરણકર્તાઓએ વિમાનને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. જોકે આ લોકોની શું માંગ હતી અને કેમ આ પ્લેન હાઇજેક કરાયું હતું એને લઇને પણ ખાસ સ્પષ્ટતા થઇ શકી નથી. વિમાન હાઇજેક થવાના સમાચાર સામે આવતાં જ ખળભળાટ મચી ગઇ છે. વિમાનમાં 82 પુરૂષો, 28 મહિલાઓ અને એક બાળક હતું.

માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કટે સતત ટ્વિટ કરી આ અપહરણકાંડની પળેપળની જાણકારી આપી હતી. જોસેફે સૌથી પહેલા ટ્વિટ કરી કહ્યું કે, આ અપહરણ જેવી સ્થિતિ થઇ શકે છે. લીબિયાના સ્થાનિક વિમાનને માલ્ટા લવાયું હતું.
First published:

Tags: અપહરણ, વિમાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन