Home /News /madhya-gujarat /

Redathon: રાજ્યમાં પહેલીવાર રીડાથોન યોજાશે!, ગુજરાત યુનિવર્સિટીનો નવતર પ્રયોગ

Redathon: રાજ્યમાં પહેલીવાર રીડાથોન યોજાશે!, ગુજરાત યુનિવર્સિટીનો નવતર પ્રયોગ

ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી

વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) 23 એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય (Gujarat university, Library) દ્વારા  લોકોને પુસ્તક (Book) વાંચતા કરવા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

અમદાવાદઃ  મેરેથોન, સાયકલોથોન, હેકાથોન જેવા શબ્દ તો તમે સાંભળ્યો હશે પણ હવે વાંચનના શોખનો વ્યાપ વધારવા ગુજરાત યુનિવર્સિટીનો લાયબ્રેરી (Library of Gujarat University) વિભાગ રીડાથોન લઈ આવ્યુ છે. જી હા વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) 23 એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલય દ્વારા  લોકોને પુસ્તક (Book) વાંચતા કરવા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ રિડાથોન (Redathon) માટે 17 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે આ દિવસે ગુજરાત યુનિવર્સીટી લાયબ્રેરી દ્વારા કેટલીક સંસ્થાઓ સાથે મળીને રીડાથોનનો નવો કોન્સેપટ લાવી છે. આ નવતર પ્રયોગમાં કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરીને તે દિવસ વાંચીને આ અભિયાનમાં જોડાઈ શકશે.

ગુજરાતભરમાંથી 17000 વ્યક્તિઓ આ રીડાથોન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંગે ગુજરાત યુનિવર્સીટીના લાયબ્રેરી વિભાગના વડા યોગેશ પરીખએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી લોકો મોબાઈલ તરફ વળ્યા છે અને વાંચનથી દુર થઇ ગયા છે. ત્યારે ફરી લોકોને પુસ્તક વાંચતા કરવાનો આ પ્રયાસ છે.

આ પણ વાંચોઃ-Accident: પાટણના ચાણસ્મા હાઈવે પર કારનો અકસ્માત, વરરાજના પિતા, કાકા અને ભાણીના મોતથી માતમ છવાયો

અમદાવાદ બુક કલબ,ગુજરાત બુક કલબ,કર્મ ફાઉન્ડેશન, ICDR, DPPG, બી.કે.સ્કૂલ સાથે મળીને ગુજરાત યુનિવર્સીટી લાયબ્રેરી દ્વારા વિશ્વ પુસ્તક દિવસના દિવસે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી રીડાથોન યોજવામાં આવશે. આ રિડાથોનમાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાના ઘરે કે કોઈ પણ જગ્યાએ બેસીને વાંચવાનું રહેશે.

આ પણ વાંચોઃ-Crime: લક્ઝરી કારની માંગણી કરી ત્રાસ આપતા સાસરિયાથી કંટાળી શિક્ષિકાએ કર્યો આપઘાત

વાંચતા હોય તેવો ફોટો # gujaratuniversity કરીને યુનિવર્સીટીની ટેગ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું રહેશે. મહત્વનું છે કે આ રિડાથોન માટે 17 હજાર લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. આ અભિયાનમાં ભાગ લેનાર લોકોને ઇ સર્ટિફિકેટ આપવામાં આવશે.

આઝાદીના અમૃત મહોત્સવ હોવાથી આઝાદી આવનાર સ્વતંત્ર સેનાની જીવન પરના પુસ્તક વાંચવા આગ્રહ રાખવો. એક દિવસ માટે લાયબ્રેરીના જે ઓનલાઇન પુસ્તકો છે તે રજિસ્ટ્રેશન કરાવનાર વાંચી શકે તે માટે ઍક્સેસ આપવામાં આવશે. આ ઉપરાંત લાયબ્રેરીની 1951 સ્થાપનાથી અત્યાર સુધી નહિ વંચાયેલા 100 પુસ્તક પણ વાંચવા માટે પ્રદર્શનમાં મુકાશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news

આગામી સમાચાર