રાજ્યપાલને લખ્યો પત્ર, સંસદીય સચિવોની નિમણુંક ગેરબંધારણીય: શક્તિસિંહ

News18 Gujarati
Updated: January 27, 2018, 7:32 PM IST
રાજ્યપાલને લખ્યો પત્ર, સંસદીય સચિવોની નિમણુંક ગેરબંધારણીય: શક્તિસિંહ
પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવતી હતી...

પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવતી હતી...

  • Share this:
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવતી હતી પરંતુ હવે નામદાર સુપ્રિમકોર્ટે રીટ પીટીશન, પીઆઈએલ ૩૦/૨૦૦૫માં તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે સંસદીય સચિવોની નિમણુંક ગેરબંધારણીય છે અને સંસદીય સચિવોની નિમણુંક કરતો કાયદો બનાવવાની પણ સત્તા રાજ્ય સરકારો પાસે નથી.

રાજ્ય સરકારોએ મંત્રીમંડળનું કદ કેટલું રાખવું તે બાબતે સ્પષ્ટતા ન હોવાના કારણે કેટલાક સમયે ખુબ મોટા જમ્બો મંત્રીમંડળ ભૂતકાળમાં રહેતા હતા. દેશના બન્ને સંસદીય ગૃહમાં ૯૧મો બંધારણીય સુધારો પસાર થયો અને જેને માન. રાષ્ટ્રપતિશ્રીની મંજુરી મળતા કાયદો બની ગયો. આ બંધારણીય સુધારા બાદ એ સુનિશ્ચિત થયેલ છે કે કોઈ પણ રાજ્યમાં મંત્રીમંડળનું કદ તેની કુલ સભ્ય સંખ્યાના ૧૫% કરતા વધારે હોઈ શકે નહીં.

શક્તિસિંહ ગોહિલે ગુજરાત ગવર્નરને સુપ્રિમકોર્ટના ચુકાદાની નકલ સાથે પત્ર લખ્યો છે કે, રાજ્ય સરકારનો વહીવટ આપના હુકમ અને સહીથી આદેશાત્મક બનતો હોય છે ત્યારે સંસદીય સચિવોની કોઈ પણ નિમણુંક અંગેની પેરવીમાં આપશ્રીની સહી કે નામનો ઉપયોગ ન થાય તે પણ આવશ્યક છે કારણ કે બંધારણીય જોગવાઈઓ તેમજ નામદાર સુપ્રિમકોર્ટના હુકમનું પાલન કરવા તેમજ કરાવવા માટે આપશ્રી આપની ફરજોથી બંધાયેલા છો.
First published: January 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading