હેડલીએ કર્યો પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ, કહ્યું-હું પાકિસ્તાનનો કટ્ટર સમર્થક

Haresh Suthar | Pradesh18
Updated: February 9, 2016, 1:29 PM IST
હેડલીએ કર્યો પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ, કહ્યું-હું પાકિસ્તાનનો કટ્ટર સમર્થક
26/11 મુંબઇ હુમલાના આતંકી ડેવિડ કોલમેન હેડલીની ગવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. અમેરિકા જેલમાં બંધ હેડલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલ જવાબ કરાઇ રહ્યા છે. હેડલીએ આજે ગવાહી આપતાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું કે, તે રહમાન પાશાને 2003થી ઓળખતો હતો. પાશાએ એને તાલિમ કેમ્પમાં હથિયાર ચલાવતાં શીખવ્યા હતા. પાશા પાકિસ્તાન સેનાનો નિવૃત્ત મેજર છે. તે લશ્કર સાથે કામ કરતો હતો અને બાદમાં એની સાથે જોડાઇ ગયો હતો.

  • Pradesh18
  • Last Updated: February 9, 2016, 1:29 PM IST
  • Share this:
નવી દિલ્હી # 26/11 મુંબઇ હુમલાના આતંકી ડેવિડ કોલમેન હેડલીની ગવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. અમેરિકા જેલમાં બંધ હેડલીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલ જવાબ કરાઇ રહ્યા છે.

હેડલીએ આજે ગવાહી આપતાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું કે, તે રહમાન પાશાને 2003થી ઓળખતો હતો. પાશાએ એને તાલિમ કેમ્પમાં હથિયાર ચલાવતાં શીખવ્યા હતા. પાશા પાકિસ્તાન સેનાનો નિવૃત્ત મેજર છે. તે લશ્કર સાથે કામ કરતો હતો અને બાદમાં એની સાથે જોડાઇ ગયો હતો.

હેડલીએ આ વાતનો સ્વીકાર કર્યો કે, આતંકી સંગઠન લશ્કર એ તોયબા અને પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇ વચ્ચે ગાઢ સંબંધો છે. હેડલીએ આગળ કહ્યું કે, 26/11 હુમલાની યોજના નવેમ્બર 2008માં એક વર્ષ પહેલા તૈયાર કરી દેવાઇ હતી.

વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દ્વારા કરાયેલ સવાલ જવાબ દરમિયાન હેડલીએ પોતાને લશ્કરનો કટ્ટર સમર્થક ગણાવતાં કહ્યું હતું કે, તે આતંકવાદી સંગઠનના સ્થાપક હાફિઝ સઇદના ભાષણોથી પ્રભાવિત હતો અને એને પગલે જ લશ્કરમાં જોડાયો હતો.

મુંબઇ હુમલામાં સંડોવણી સામે આવતાં અમેરિકામાં 35 વર્ષની સજા ભોગવી રહેલ હેડલીએ હાફિઝ સઇદ, અન્ય એક લશ્કર કમાન્ડર જકી ઉર રહેમાન લખવી અને સંગઠનમાં એના આકા સાજીદ મીર અંગે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
First published: February 9, 2016, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading