Home /News /madhya-gujarat /

અમદાવાદના સનાથલ ગામે દીપડાનો ફફડાટ, જૂનાગઢથી વન વિભાગની ટીમ આવી, 24 કલાક છતાં દીપડો નથી પકડાયો

અમદાવાદના સનાથલ ગામે દીપડાનો ફફડાટ, જૂનાગઢથી વન વિભાગની ટીમ આવી, 24 કલાક છતાં દીપડો નથી પકડાયો

સનાથલ ગામનીસીમાં દીપડાના ફૂટ પ્રિન્ટ

Ahmedabad news: શહેરી વિસ્તારમાં દીપડો જોવા મળતાં ફફડાટ. વન વિભાગે ખેડૂતોને બે દિવસ ખેતરે ન જવાની સૂચના આપી.

અમદાવાદ: શહેરી વિસ્તારમાં પણ જંગલી જાનવર જોવા મળી રહ્યા છે. અમદાવાદના સનાથલ ગામ (Sanathan village)ની સીમમાં કોઈ જંગલી જાનવર દ્વારા પશુનું મારણ કરવામાં આવ્યું હતું. જેની જાણ સનાથલના ગામવાસીઓને થઈ હતી. બીજી તરફ મારણ નજીક જંગલી જાનવરના ફૂટ પ્રીન્ટ (Foot print) પણ જોવા મળી હતી. જે બાદમાં સનાથલ ગામવાસીઓએ ફોરેસ્ટ વિભાગ (Forest department)ને જાણ કરી હતી. ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પ્રાણી દીપડો (Leopard) હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના પગલે દીપડાને પકડવા માટે જૂનગાઢની વન વિભાગ (Forest team- Junagadh)ની એક ટીમ પણ આવી પહોંચી છે. ફોરેસ્ટ વિભાગે ગામની સીમમાં આઠ જેટલા પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડો પકડવામાં નથી આવતો.

ફોરેસ્ટ વિભાગનું પેટ્રોલિંગ

ફોરેસ્ટ વિભાગ દ્વારા સનાથલ વિસ્તારની સીમમાં 8 જેટલા પાંજરા મૂકવામાં છે. તેમજ પાંજરા અને આજુબાજુના વિસ્તારમાં પશુને રાખવામાં આવ્યા છે. જેથી દીપડો બહાર આવે તો તેને પકડી શકાય. ફોરેસ્ટ વિભાગ દ્વારા સનાથલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, 24 કલાક થવા છતાં દીપડાની કોઈ ભાળ મળી નથી. દીપડાને લઈ સનાથલ ગામની સીમમાં લોકોને અવરજવર બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ ખેતરમાં પણ બે દિવસ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ જંગલી પ્રાણી દીપડો હોવાની શક્યતાને લઈ સીમમાં વસતા લોકોએ સ્થળ છોડીને ગામમાં જતા રહ્યા છે.

Sanathan village Leopard
દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા.


રખડતા પશુઓનું દીપડો મારણ કરી ગયો

સનાથલ ગામના રહેવાસીઓએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સીમમાં ઘણા પશુઓ હતા. દિવસે પણ રોઝડા જોવા મળતા હતા પરંતુ દીપડા દ્વારા મારણ કરી નાખવામાં આવ્યું છે. એટલે આ સીમમાં પશુઓ ઓછા થઈ ગયા છે. શ્વાન પણ ઘણા હતા પણ હવે જોવા મળતા નથી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ દીપડો પકડાયો નથી.

નીચે વીડિયો જુઓ: નર્મદા ડેમની સપાટીમાં વધારો




લોકોને અવરજવર ન કરવા સૂચના


ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ દીપડો પકડતો નથી. હવે પાંજરા મૂકવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તાર નજીક હોવાથી લોકોમાં ભય ન ફેલાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડાએ મારણ કર્યું હતું તે જગ્યા તેમજ જે વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે તે વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Forest Department, Leopard, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन