કોર્પોરેટરનો શું હોય છે પાવર, જનતાની સેવા માટે કેટલો કરી શકે છે ખર્ચ, જાણો

કોર્પોરેટરનો શું હોય છે પાવર, જનતાની સેવા માટે કેટલો કરી શકે છે ખર્ચ, જાણો
જીપીએમસી એક્ટ મુજબ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે વિશેષ સત્તાઓ

જીપીએમસી એક્ટ મુજબ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે વિશેષ સત્તાઓ

  • Share this:
અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશન સહિત છ અન્ય મહાનગરપાલિકા ચૂંટણી યોજાઇ હતી. જેમા ફરી એકવાર ભાજપનું કમળ મહાનગરપાલિકામાં ખીલ્યું છે. પરંતુ આજે અમે તમને માહિતી આપવાના છીએ મહાનગરપાલિકાના નગર સેવક ગણતા કોર્પોરેટરને શું પાવર મળશે. તમારા વિસ્તાર માટે કેટલું બજેટ વાપરી શકાય છે. સરકાર તરફથી શું વ્યવસ્થા અને તેમના ખિચા ખર્ચે માટે કેટલા રકમ ફાળવણી કરવામાં આવે છે.

એએમસીના અધિકારીઓ પાસેથી મળેલા માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરને 12 હજાર મહિનાનું માનદ વેતન , 1000 ટેલિફોન ખર્ચ, 1500 રૂપિયા સ્ટેશનરી ખર્ચ આપવામાં આવે છે. આ ઉપરાત એએમસી મળનાર બેઠકમાં જવા માટે 500 રૂપિયા એલાઉન્સ મળે છે. આ 500 રૂપિયા પ્રતિ બેઠક જેમ કે સામાન્ય સભા હોય કે પછી કોઇ કમિટીના સભ્ય તરીકે બેઠકમાં હાજરી આપવાની હોય તેના અનુસંધાને પ્રતિ બેઠક દીઠ 500 રૂપિયા આપવામા આવે છે.કોર્પોરેટરને પોતાના વિસ્તારમાં બજેટ ખર્ચે કરવા માટે વર્ષે 25 લાખ રૂપિયા અપાય છે. આમ પાંચ વર્ષમાં સવા કરોડ રૂપિયા બજેટ તેમના વિસ્તાર કામ કરવા માટે અપાય છે. આ ઉપરાત કોર્પોરેટર 12 હજાર 500 રૂપિયા સુધીનો એક ફોન લઇ શકે છે. જેનો ખર્ચે પણ એએમસી ચૂકવે છે .તેમજ એક લેપટોપ પણ કાઉન્સિલરને આપવામા આવે છે. જેથી તેઓ ઓફિસનુ કોઇ કામ સરળતાથી કરી શકે.

આ પણ વાંચો - સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, ખાનગી હોસ્પિટલોમાં આપવા પડશે આટલા રૂપિયા

કોર્પોરેટરને કોઇ પેન્શન કે બોનસ મળતું નથી. તેમને પ્રજાના અને વિસ્તારના કામો કરવા માટે જે નાણા મળે છે તેમાં સોસાયટીમાં ગટર, રસ્તા , નળ અને લાઇટના થાંભલા નાખવા માટે બજેટ ઉપયોગ કરાય છે. એક બીજી સત્તા પણ અપાય છે તે હોય છે કે તેમના વિસ્તારમાં રહેતા કોઇ પણ વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં કોઇ નામ ફેરફાર કરવાના હોય અથવા સુધારો કરવાના હોય તેના તેમની સહી અને કાઉન્સિલર સિક્કો પ્રમાણિત કરી શકે છે. જે માત્ર એક જવાબદારી હોય છે તેમાં કોઇ નાણાકીય વ્યવહાર કરવાનો હોતો નથી .

પાંચ વર્ષ માટે ચૂટાયેલ કોર્પોરટરને તેમના પરિવાર સાથે તમામ એએમસી સંચાલિત હોસ્પિટલમા ફી સારવાર મળે છે. તેઓની ભલામણ પત્ર કોઇ હોસ્પિટલમા માન્ય નથી. કોર્પોરેટર દર્દીને દાખલ કરવાની સીધી ભલામણ કરી શકે છે પરંતુ તેમના લેટરનો ઉપયોગ કરી શકાતો નથી.

મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. મહાનગરકાલિકાના મુખ્ય આ ત્રણ પદને સત્તા આપવામા આવી છે. જ્યારે નેતા પક્ષ , દંડક અને વિપક્ષ નેતા માટે સ્ટેન્ડિંગ કમિટીઓ વધુ બજેટ માટે સત્તા આપે છે. જીપીએમસી એક્ટમા માત્ર મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેનને સત્તાઓ આપવામાં આવી છે. આ હોદ્દેદારોને કાર, ઓફિસ આપવામાં આવે છે. તેમજ નિચલી કમિટીના ચેરમેનને માત્ર કાર અને ઓફિસ આપવામા આવે છે. તેમણે મંજૂર કરાયેલા કામ ઉપલા કમિટી એટલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ફોરવર્ડ કરવા પડે છે અને તે મંજૂર માટે મ્હોર મારે છે.
Published by:Ashish Goyal
First published:February 27, 2021, 18:34 pm

ટૉપ ન્યૂઝ