ગરબાના નવા સ્ટેપ શીખવા છે? જુઓ YouTube પર આ વીડિયો

News18 Gujarati
Updated: October 3, 2018, 5:36 PM IST
ગરબાના નવા સ્ટેપ શીખવા છે? જુઓ YouTube પર આ વીડિયો
Youtbe Garba video

  • Share this:
નવરાત્રી ફિવર હાલ બધે જ જોવા મળી રહ્યો છે. આ નવરાત્રીમાં નવી ચણીયાચોળીથી લઇને નવા ધરેણાંમાં શું ટ્રેન્ડ છે તે જાણવામાં હાલ બધાને રસ છે. સાથે જ નવા નવા સ્ટેપ શીખીને આ નવરાત્રિમાં છવાઇ જવાની પણ ઇચ્છા લોકોમાં રહેતી હોય છે. ત્યારે યૂટ્યૂબમાં આ પાંચ વીડિયો હાલ ખૂબ જ લોકપ્રિય છે. જેમાં લોકો નવરાત્રીના નવા સ્ટેપ કેવી રીતે કરવા તે શીખી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો અહીં........

 દેવેશ મીરચંદાનીના આ વીડિયોને અત્યાર સુધીમાં 3,649,294 લોકો જોઇ ચૂક્યા છે. 8 ઓક્ટોબર 2015ના રોજ પોસ્ટ કરેલા આ વીડિયોમાં દોઢિયાથી લઇને અનેક ગુજરાતી ગરબાના સરળ સ્ટેપ જોવા મળે છે.

 કચુકો ગરબા સ્ટેપ નામે પોસ્ટ થયેલો આ વીડિયો પણ યૂટ્યૂબમાં ખૂબ પોપ્યૂલર થઇ રહ્યો છે. 4 મિનિટથી વધુના આ વીડિયોમાં કચુકા સ્ટાઇલમાં સરળ રીતે સ્ટેપ શીખવવામાં આવી રહ્યા છે. જુલાઇમાં જ પોસ્ટ થયેલા આ વીડિયોને અત્યાર સુધી 3,075,544 લોકો જોઇ ચૂક્યા છે.

 હાલ "છોગાળા તારા ગીત", ફિલ્મ "લવયાત્રી"ના કારણે ખૂબ જ લોકપ્રિય થયું છે. ત્યારે છોગાળા તારા પર ડાન્સના સ્ટેપ કેવી રીતે કરવા તે શોધતા હોવ તો આ વીડિયો તમને કામમાં આવી શકે છે. અક્ષય ભોસાલે આ વીડિયો ઓગસ્ટમાં મૂક્યો છે અને તે 2,529,268થી વધુ લોકો અત્યાર સુધીમાં જોઇ ચૂક્યા છે.

 બે તાળી જેવા સાદા સ્ટેપથી લઇને દોઢિયા જેવા સ્ટેપ બધુ જ એક વીડિયોમાં શીખવું હોય તો ક્રિએટીવ યાત્રાનો આ વીડિયો પણ તમે જોઇ શકો છો. જેના હજી સુધી 1,868,949 વ્યૂ મળ્યા છે.  ત્યારે આ નવરાત્રીમાં નવા સ્ટેપ શીખવા માટે જો તમે Youtube Serch  કરી રહ્યા હોવ તો ઉપરોક્ત વીડિયો ચોક્કસથી તમારી મદદ કરશે.
First published: October 3, 2018, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading