'નર્મદા, પાણી, ગરીબ અને ગામડાંના લીધે લોકો બાપાને કાયમ યાદ કરશે,' PM મોદી, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

'નર્મદા, પાણી, ગરીબ અને ગામડાંના લીધે લોકો બાપાને કાયમ યાદ કરશે,' PM મોદી, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
વ્યક્તિ ગત જીવનની વાત કરીએ તો 2006માં તેમની પત્ની લીલાબહેનનું પણ આગમાં બળી જઇને નિધન થયું હતું. આ જીવન ખેડૂત નેતા તરીકે પોતાની આગવી છાપ ઊભી કરનાર કેશુભાઇ પટેલ ભાજપના વગદાર નેતા તરીકે હંમેશા યાદ કરાશે.

વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કેશુબાપાના અંતિમ સંસ્કાર કરવાનો સરકારનો નિર્ણય

 • Share this:
  અમદાવાદ : અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલ (Keshubhai Patel)નું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશબાપાના અવસાન બાદ રાજ્યના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ શોક સંદેશ પાઠવ્યો છે તો પૂર્વગૃહમંત્રી ઝડફિયાએ 20 વર્ષની સફર યાદ કરી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યું કે પાર્ટીએ મોટો આધારા ગુમાવ્યો.  દરમિયાન આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળ ની કેબિનેટ ની બેઠક મળશે. સદગત કેશુભાઈ ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો

  કેશુભાઈ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કેશુભાઈ પટેલનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. આ મામલે સ્ટાર્લિંગ હૉસ્પિટલના ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર અક્ષયે જણાવ્યું હતું કે, તેઓને હૉસ્પિટલ લવાયા ત્યારે તેઓ બેભાન હતા. તેઓ ડાયાબિટીસ હાઇપર ટેન્શનથી પીડાતા હતા, ભૂતકાળમાં તેમનું હૃદયનું ઓપેરશન પણ થઈ ચૂક્યું છે. હૉસ્પિટલ ખાતે સતત એક કલાક સુધી તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે.  વડાપ્રધાન મોદીએ લખ્યું કે 'અમારા પ્રિય અને સન્નમાનીય કેશુભાઈનું નિધન થતા ખૂબ જ દુ:ખની લાગણી અનુભવું છું. તેઓ અભૂતપૂર્વ નેતા હતા જેમણે સમાજના દરેક તબક્કા માટે કામ કર્યુ. તેમનું જીવન ગુજરાતના વિકાસ માટે સમર્પિત હતું'  મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ ના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે કહ્યું કે 'કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે.'

  કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપતા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને કેશુબાપાના ચેલા સમાન ગોરધન ઝડફિયાએ સ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે 'બાપા કોઈ યુનિવર્સિટીમાં ભમ્યા નહોતા છતાં તેમને બધું મોઢે રહેતું. નર્મદા ઇરિગેશન યોજનાની તમામ કામગીરી મોઢે યાદ રાખતા હતા. કેશુબાપા ગરીબ-ગામડા પાણી અને નર્મદા માટે લોકોને કાયમ યાદ રહેશે. તેમણે હંમેશા લોકોનું વિચાર્યુ અને લોકો માટે જીવ્યા. ગોકળિયું ગામ બનાવી ગામડાંના માણસને ગામડાંમાં જ રોજગારી આપવાની યોજના હોય કે પછી અમદાવાદ રીવરફ્રન્ટ બાપાના કરેલા કામો માટે તેઓ કાયમ યાદ રહેશે.

  ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે 'તેઓ જમીન પર કામ કરતા કાર્યકર્તાની સ્થિતિ જાણતા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના મોભી હતા. તેમના નિધન પર હું તેમના પરિવારને શ્રદ્ધાંજલિ આપું છું. તેમના નિધનથી અમારા પરિવારમાંથી કોઈ જતું રહ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.'

  શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે્ મારી 90 ટકા રાજકીય જિંદગી એમની સાથે વિતાવી હતી. બીજા કોઈને એપોઇન્ટમેન્ટ આપતા નહોતા છેલ્લે છેલ્લે પરંતુ હું મળવા જતો તો મને મળતા. મારા સાથી હતા અને 57 વર્ષનો ધરોબો હતો. તેમના નિધનથી દુખ અનુભવું છું.
  Published by:Jay Mishra
  First published:October 29, 2020, 13:09 pm

  ટૉપ ન્યૂઝ