ટ્રાફિક દંડ સામે વકીલોની રજૂઆત; 'કામના કલાકો દરમિયાન ચેકિંગ ન કરો'

News18 Gujarati
Updated: September 16, 2019, 7:10 PM IST
ટ્રાફિક દંડ સામે વકીલોની રજૂઆત; 'કામના કલાકો દરમિયાન ચેકિંગ ન કરો'
પ્રતિકાત્મક ક્રિએટિવ

"નામદાર સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ અનુસાર વકીલએ એ પ્રતિષ્ઠિત નાગરીક છે. તેઓને ટ્રાફિકના નિયમો હેઠળ જાહેર રસ્તા ઉપર રોકી તપાસ કરવાથી જાહેર પ્રજા વચ્ચે અપમાન થાય છે"

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: આજે અમદાવાદ બાર એસોસિએશન તથા અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગૃહ રાજ્ય મંત્રી, અમદાવાદ પોલીસ કમિશનર, તથા ટ્રાફિક પોલીસ અધિકારી કંટ્રોલરૂમ વગેરેને પત્ર લખી રજૂઆત કરી છે કે, કોર્ટ વર્કિંગ અવર્સ દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના નામે વકીલોને કનડગત નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પત્રમાં જણાવ્યા અનુસાર, નામદાર સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ અનુસાર વકીલએ એ પ્રતિષ્ઠિત નાગરીક છે. તેઓને ટ્રાફિકના નિયમો હેઠળ જાહેર રસ્તા ઉપર રોકી તપાસ કરવાથી જાહેર પ્રજા વચ્ચે અપમાન થાય છે. તદુપરાંત, કોર્ટ અવર્સમાં વકીલને રોકતા તેમનો સમય વ્યર્થ થાય છે. જેથી કોર્ટની કામગીરીમાં ખલેલ પહોંચે છે તથા પક્ષકારોના કેસ ઉપર અસર પડે છે અને વકીલ ને નુકસાન થાય છે.

આથી, જ્યારે વકીલ કોર્ટમાં જતા હોય ત્યારે કોર્ટે થી ઘરે અથવા ઓફિસ પરત જતા હોય ત્યારે ટ્રાફિકના નિયમો અંગે પોલીસ તેમને રસ્તામાં રોકે નહીં કે પૂછપરછ કે તપાસ કરવી નહી તેવા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશાત્મક હુકમનું પાલન કરવા અમદાવાદ શહેર પોલીસ દરેક પોલીસ સ્ટેશનને જાણ કરવા રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લખનીય છે કે, તાજેતરમાં જ બરોડા બાર એસોસિએશને પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને જણાવ્યુ હતુ કે જો શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ માંથી મુક્તિ નહી મળે તો સવિનય કાનૂન ભંગ કરશે અને જેલ ભરો આંદોલન કરશે.

વકીલોએ જણાવ્યુ કે, હાલમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા 2001ની એક પીઆઈએલ નંબર 87 રવિશંકર ભારદ્વાજ V/s ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના એક જજમેન્ટના અનુસંધાનમાં મુંબઇ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જજમેન્ટના પેરા નંબર 54 ના 2 (એ) મા દ્વિચક્રી વાહનચાલકોને મહાનગરપાલિકા વિસ્તારમાં તથા નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાનો હુકમ કરેલો છે.

સ્ત્રીઓ અને બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપેલી છે. જેને ધ્યાને લઇને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં મહાનગરપાલિકા વિસ્તારમાંથી હેલ્મેટને મુક્તિ આપવા વડોદરા વકીલ મંડળ તરફી રજુઆત કરાઈ હતી.
First published: September 16, 2019, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading