વકીલોએ પોલીસને ગુલાબના ફૂલો આપી કહ્યું, 'પ્રેમથી રહો અને પ્રેમથી રહેવા દો'

News18 Gujarati
Updated: November 6, 2019, 8:12 PM IST
વકીલોએ પોલીસને ગુલાબના ફૂલો આપી કહ્યું, 'પ્રેમથી રહો અને પ્રેમથી રહેવા દો'
દિલ્હીની પોલીસ અને વકીલોની અથડામણના પડઘા અમદાવાદમાં પડ્યા, અમદાવાદ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટના વકીલોની ગાંધીગીરી, સાથે જ બાર એશો.ના આદેશને પગલે વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી દિલ્હી પોલીસ સામે નોધાવ્યો વિરોધ

દિલ્હીની પોલીસ અને વકીલોની અથડામણના પડઘા અમદાવાદમાં પડ્યા, અમદાવાદ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટના વકીલોની ગાંધીગીરી, સાથે જ બાર એશો.ના આદેશને પગલે વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી દિલ્હી પોલીસ સામે નોધાવ્યો વિરોધ

  • Share this:
સંજય જોષી, અમદાવાદ : દિલ્હીની (Delhi) તીસહજારી (TeesHajari) કોર્ટમાં (Court) વકીલ (Advocates) અને પોલીસ (Police) વચ્ચે થયેલ ઘર્ષણે (Conflicts) લઈને દેશભરના વકીલોમાં વિરોધના સtર જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ (ahmedabad Bar Association) બાર એસોના.વકીલો (lawyers) દ્વારા શહેરની મેટ્રો કોર્ટ, મીરઝાપુર ગ્રામ્ય કોર્ટ સહીતની તમામ કોર્ટોમાં વિરોધ દર્શાવવામા આવ્યો હતો. કોર્ટમાં આજે વકીલો કાળા કોટ પર લાલ પટ્ટી લગાવીને આવ્યા અને લાલ પટ્ટી બાંધીને વિરોધ કર્યો તો કોર્ટ પરીસરમાં સૂત્રોચ્ચાર પણ કરવામા આવ્યા તેમજ સુચક બેનરો સાથે વકીલોએ પોલીસને ચેતવણી આપી કે ખોટી હેરાનગતી વકીલો નહી સાખી લે.

તો મીરઝાપુર ગ્રામ્ય કોર્ટના વકીલો હાથમાં ગુલાબના ફુલ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસને ગુલાબના ફુલો આપી કહ્યુ કે 'પ્રેમથી રહો અને પ્રેમથી રહેવા દો', શહેરની વિવિધ કોર્ટોમાં મોટી સંખ્યામાં વકીલો એ પોલીસ વિરોધ સૂત્રોચ્ચાર કરી જવાબદાર પોલીસ સામે યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી હતી.

આ પણ વાંચો : SOU : વ્યૂઇંગ ગેલેરી જોવાની ટિકિટ ઓનલાઇન કરી દેવાતા પ્રવાસીઓને હાલાકી

અમદાવાદ જીલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ પારેખે જણાવ્યું હતું કે '30 હજારી કોર્ટમાં વકીલો પર જુલ્મ થયો છે વકીલો નહીં ચલાવી લે અને એટલે જ આ કાર્યક્રમ થકી અમે તેમને ચેતવણી આપી રહ્યા છીએ કે પોલીસ પોતાની મર્યાદામાં રહે અમે તેમને આજે ગુલાબના ફુલો પણ આપ્યા છે અને કહ્યુ છે કે પ્રેમથી રહો અને પ્રેમથી રહેવા દો, પોલીસ તથા લોકો સાથે ખોટી કનડગત ન કરો'

આ પણ વાંચો : મેઘાણીનગરમાં થયેલા પથ્થરમારામાં રાજકીય ઇશારે PIને હાંસિયામાં ધકેલી દેવાયા?

તો બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનીલ કેલ્લાએ જણાવ્યુ હતું કે 'બાર એસોસિએશને આપેલા આદેશને પગલે આજે વકીલો લાલ પટ્ટી ધારણ કરી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છીએ અને અમારી માંગણી છે કે પોલીસ ખોટી કનડગત ન કરે. મેટ્રો કોર્ટ ખાતે તમામ વકીલોનો એક જ સૂર છે કે દિલ્હી પોલીસ સામે કડક કાર્યવાહી થાય અને વકીલોને ન્યાય મળે.'
First published: November 6, 2019, 8:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading