અશ્વિન રાઠોડના વકીલની રજુઆતો પૂર્ણ, કહ્યું - ભુપેન્દ્રસિંહના અંગત મદદનીશ મહેતાની ભૂમિકા શંકાસ્પદ

News18 Gujarati
Updated: November 29, 2019, 9:39 PM IST
અશ્વિન રાઠોડના વકીલની રજુઆતો પૂર્ણ, કહ્યું - ભુપેન્દ્રસિંહના અંગત મદદનીશ મહેતાની ભૂમિકા શંકાસ્પદ
ધોળકા વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનનો મામલો, વધુ સુનાવણી આગામી શુકવારે હાથ ધરાશે

ધોળકા વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનનો મામલો, વધુ સુનાવણી આગામી શુકવારે હાથ ધરાશે

  • Share this:
અમદાવાદ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનમાં સુનાવણીમાં અરજદાર અશ્વિન રાઠોડના વકીલે દલીલો પૂર્ણ કરતા રજુઆત કરી હતી કે ભુપેન્દ્રસિંહના અંગત મદદનીશ ધર્મીન મહેતા મતગણતરી કેન્દ્રમાં વારંવાર આવન જાવન કરતા સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે તથા મતગણતરી કેન્દ્રમાંથી કોઈકની સાથે ફોન થકી વાતચીત કરતાં નજરે પડે છે. આથી સીસીટીવી ફૂટેજનો આ ભાગ હાઇકોર્ટમાં ફરી દર્શાવવો જોઈએ.

આ રજુઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આવતી સુનાવણીમાં આ ભાગને દર્શાવવાની અનુમતિ આપી હતી અને સામા પક્ષના વકીલને આવતી સુનાવણીમાં સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ભુપેન્દ્રસિંહના વકીલની દલીલો આગામી સુનાવણીમાં શરુ થશે. વધુ સુનાવણી આગામી શુકવારે હાથ ધરાશે.

આ પણ વાંચો - અમદાવાદ : 2.18 કરોડ રૂપિયાની પોર્શે કારને પોલીસે 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ઉલ્લખનીય છે કે વર્ષ 2017 ધોળકા વિધાનસભા બેઠકથી ભુપેન્દ્ર ચુડાસમા 327 મતથી જીત્યા હતા. જેને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા પડકારવામાં આવી હતી. અશ્વિન રાઠોડે ચુડાસમા પર મત-ગણતરીમાં ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

અગાઉ આ કેસમાં કાયદામંત્રી ભુપેન્દ્રસિંહની જુબાની પણ પુર્ણ થઈ ચુકી છે. જેમાં ભુપેન્દ્રસિંહને કોર્ટે પુછ્યુ હતું કે મતગણતરી કેન્દ્રમાં શંકાસ્પદ રીતે અવર જવર કરતી આ વ્યક્તિ કોણ છે ત્યારે તેમણે કહ્યુ હતુ કે તે મારા અંગત મદદનીશ મહેતાજી છે. ત્યારે ફરીવાર સીડી કોર્ટમાં દર્શાવવાની અશ્વિન રાઠોડના વકીલ તરફથી અપીલ કરાઈ હતી. જેમાં સામે પક્ષે સીડી બાબતે યોગ્ય જવાબ ન મળતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસમાં વધુ સુનાવણી આવતા શુક્રવારે હાથ ધરાશે. જેમાં હવે પછીની દલીલો ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ તરફી કરવામા આવશે.
First published: November 29, 2019
વધુ વાંચો
अगली ख़बर