અમદાવાદ : ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોબાઇલ ડાયાલિસીસ વાન સેવા શરૂ

અમદાવાદ : ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોબાઇલ ડાયાલિસીસ વાન સેવા શરૂ
અમદાવાદ : ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોબાઇલ ડાયાલિસીસ વાન સેવા શરૂ

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પારખીને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા નવતર સુવિધા હાથ ધરવામાં આવી

  • Share this:
અમદાવાદ : કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પારખીને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા નવતર સુવિધા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોબાઇલ ડાયાલિસીસ વાન સેવા શરૂ કરવામાં આવી છે. મોબાઇલ ડાયાલિસીસ વાનની સુવિધા અમદાવાદની સાથે સાથે રાજ્યભરની અન્ય હોસ્પિટલોમાં દાખલ થનારા અને ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ મોબાઇલ ડાયાલિસીસ વાનમાં ડાયાલિસીસ યુનિટ, પોર્ટેબલ આર.ઓ. બુસ્ટર વોટર સિસ્ટમ, મલ્ટિ-પેરા મોનિટર, ડેફિબ્રિલેટોર, કન્સ્યુમબલ્સ ની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ડાયાલિસીસ ઉપકરણોના 2 સેટ મુકવામાં આવશે. જયારે એક હોસ્પિટલમાં દર્દીનું ડાયાલિસીસ કાર્યાન્વિત હોય અને તે દરમિયાન અન્ય કોઇ હોસ્પિટલમાંથી ડાયાલિસીસ જરૂરિયાત માટે કોલ આવી જાય ત્યારે બીજા સેટ મારફતે પણ સેવા કુશળતાપૂર્વક પુરી પાડી શકાશે.આ પણ વાંચો - અમદાવાદ : 13 મહિનામાં સિવિલમાં 720થી વધુ હેલ્થકેર વર્કર્સ કોરોનાથી સંક્રમિત થઇ પુન:ફરજ પર જોડાયા

આ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું છે કે, કોવિડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં વધારો થવાથી ડાયાલિસીસ સેન્ટર અને ત્યાંથી પાછા હોસ્પિટલમાં પરત જવાની મુશ્કેલીઓને રોકવા માટે ઘરઆંગણે દર્દીઓ અને હોસ્પિટલોને મદદ કરવા માટે નિઃશુલ્ક મોબાઇલ ડાયાલિસીસ વાન સેવા શરૂ કરવામાં આવી છે. જે ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે કારગર નિવડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત રાજ્યભરમાં આઈકેડીઆરસી દ્વારા સંચાલિત ડાયાલિસીસ કેન્દ્રો પર દર મહિને આશરે 500 કોવિડ દર્દીઓ ડાયાલિસીસ સેવાનો લાભ મેળવી રહ્યા છે. મોબાઇલ ડાયાલિસીસ વાન' ની સુવિધા માટે 6357376868 પર સંપર્ક કરી શકાશે. જેને લઇને ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આ સેવા આશીર્વાદ રૂપ બનશે.અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મહત્વની બની રહેશે.
Published by:Ashish Goyal
First published:May 08, 2021, 22:37 pm

ટૉપ ન્યૂઝ