Home /News /madhya-gujarat /

અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

પ્રતિકાત્મક તસવીર

ઉપરના રૂમમાં આવીને પરિણીતાનો હાથ પકડીને પોતાની બાજુ ખેંચવા લાગ્યો હતો અને ચડ્ડો કાઢી નાખી કહેવા લાગ્યો હતો કે ભાભી અહીંયા આવો અને તેને બાથમાં ભરીને તેને નીચે સુવડાવવાની કોશિશ કરતો હતો.

અમદાવાદ: શહેરના વાસણા (vasana) વિસ્તારમાં રહેતી પરિણીતાએ (Married woman) સ્થાનિક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતા જ્યારે વાસણ ઘસતી હતી ત્યારે તે શખસ તેના ઘર સામે જોઈ રહ્યો હતો અને ત્યારે અચાનક જ આ શખસ આ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાનો ચડ્ડો કાઢીને પરિણીતાને ભાભી અહીં આવો તેમ કહી બાથમાં લઈ નીચે સુવડાવવાની કોશિશ કરી હતી. જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વાસણા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેના પતિ તથા બાળકો સાથે રહે છે. આ પરિણીતાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે. રવિવારના રોજ સાંજે આ પરિણીતા તેના ઘરે ઉપરના રૂમમાં એકલી વાસણ ઘસતી હતી. તે દરમિયાન ત્યાં રહેતો દિપક નામનો શખસ નીચે ઉભો હતો.

આ દિપક અવારનવાર વારંવાર આ પરિણીતાના ઘરની સામે જોતો હતો. જેથી પરિણીતાએ તેમની પાડોશમાં રહેતા એક મહિલાને બોલાવીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો, જેથી પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા જતા દિપક નામનો શખ્સ એકદમ પરિણીતાના ઘરમાં ઘૂસી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સાસરીમાં જઈને જમાઈએ બધાની સામે એવું કહ્યું કે પરિણીતા સહિત આખો પરિવાર ચોંકી ગયો

આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ

તે વાસણ ઘસતી હતી ત્યાં ઉપરના રૂમમાં આવીને પરિણીતાનો હાથ પકડીને પોતાની બાજુ ખેંચવા લાગ્યો હતો. આ શખશે તેનો ચડ્ડો કાઢી નાખી પરિણીતાને કહેવા લાગ્યો હતો કે ભાભી અહીંયા આવો અને તેને બાથમાં ભરીને તેને નીચે સુવડાવવાની કોશિશ કરતો હતો.



જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા પાડોશમાં રહેતા મહિલાનો દીકરો તથા આસપાસના લોકો આવી ગયા હતા અને દીપક ને પકડી લીધો હતો અને પરિણીતાને છોડાવી મકાન ની નીચે લઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસને ફોન કરતા વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિણીતાની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Molestation, અમદાવાદ, ગુજરાત, ગુનો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन