Home /News /madhya-gujarat /અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

cctv પરથી તસવીર

ક્રિષ્નનંદન તેમની છ માસની ભાણી નિયતિને લઈને તેમના બ્લોક પાસે રમાડતા હતા અને એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા હતા. ત્યારે આ જી એસ રાઠોડ પાછળથી આવ્યો હતો અને લાકડીથી ક્રિષ્નનંદનને ફટકો માર્યો હતો.

અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) વિસ્તારમાં રહેતા એક યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ફલેટમાં (flate) જ રહેતા જી એસ રાઠોડ નામના વ્યક્તિએ અંગત અદાવતમાં તેને માર માર્યો હતો. આ યુવક જ્યારે તેની છ માસની ભાણીને લઈને ફ્લેટના પાર્કિંગમાં (parking) ઉભો હતો ત્યારે આ શખસ પાછળથી આવીને તેને લાકડાંનો ફટકો મારે (attack with stick)  છે. જેથી તેના હાથમાં રહેલી છ માસની ભત્રીજી જમીન પર પટકાય છે. પોચા દિલના લોકો માટે આ વીડિયો (video) ખૂબ જ હચમચાવી દે તેવો છે. સમગ્ર બાબતને લઈને રામોલ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

શહેરના વસ્ત્રાલમાં આવેલ વૃંદાવન સ્કાય લાઈનમાં રહેતા 29 વર્ષીય ક્રિષ્નનંદન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ વટવા જીઆઈડીસી ફેઝ 4માં આવેલા શ્રી હરિ દર્શન એસ્ટેટમાં શેડ નંબર 26 ફાસ્ટ ટ્રેક ઇન્ડસ્ટ્રી નામ નું કારખાનું ધરાવી વેપાર ધંધો કરે છે. પંદર દિવસ પહેલાં તેમની સોસાયટીમાં સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે મીટીંગ રાખી હતી.

આ મિટિંગમાં તેઓ ગયા હતા. તે વખતે તેઓએ તથા સોસાયટીના માણસોએ ખજાનચી જી એસ રાઠોડ પાસે સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે માહિતી માનગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી સોસાયટીના માણસોએ આ સમયે ક્રિષ્નનંદનને સર્વ સંમતિથી સોસાયટીના ચેરમેન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ-જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

આ પણ વાંચોઃ-વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

જે વાતને જી એસ રાઠોડને ગમી નહોતી. ગત 20મી માર્ચના રોજ સાંજે આ જી એસ રાઠોડે ક્રિષ્નનંદનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તું જે કરી રહ્યો છે તે યોગ્ય નથી. ત્રણેક દિવસ પહેલા ક્રિષ્નનંદનએ સોસાયટીના બોર્ડ ઉપર જે વ્યક્તિના મેન્ટેનન્સના પૈસા બાકી છે તે ભરી દેવા બાબતે પણ લખાણ મુક્યું હતું. ત્યારે ગત 24મીએ સવારે ક્રિષ્નનંદન તેમની છ માસની ભાણી નિયતિને લઈને તેમના બ્લોક પાસે રમાડતા હતા અને એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

આ પણ વાંચોઃ-પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

ત્યારે આ જી એસ રાઠોડ પાછળથી આવ્યો હતો અને લાકડીથી ક્રિષ્નનંદનને ફટકો માર્યો હતો. જેથી તેમના હાથમાંથી તેમની ભાણીની નિયતી નીચે જમીન પર પટકાઈ હતી. ક્રિષ્નનંદન જે વ્યક્તિ સાથે ઉભા હતા તેઓ પણ આ બંનેને છોડાવવા વચ્ચે પડ્યા હતા.ત્યારે જી એસ રાઠોડે કહ્યું હતું કે તું કેમ ચેરમેન બન્યો છે તેમ કહી તેમને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને બાદમાં મારી નાખવાની ધમકી આપી લાકડીના ફટકા માર્યા હતા. ક્રિષ્નનંદન લોહીલુહાણ થઈ જતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन