અમદાવાદઃ corona કેસોમાં તોતિંગ ઉછાળો, દિવાળી બાદની સ્થિતિ હવે હોળીમાં પણ જોવા મળી

અમદાવાદઃ corona કેસોમાં તોતિંગ ઉછાળો, દિવાળી બાદની સ્થિતિ હવે હોળીમાં પણ જોવા મળી
ફાઈલ તસવીર

છેલ્લા એક અઠવાડિયાથી 60થી 70 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. હાલ જે પણ દર્દીઓ દાખલ થાય છે તેમાં 60 ટકા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી રહી છે.

  • Share this:
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનાં (corona case) કેસમાં રેકોર્ડ બ્રેક (record break) વધારો થઈ રહ્યો છે. વધતાં કેસોની સાથે આરોગ્ય અધીકરીઓની ચિંતા વધી છે. ખાસકરીને એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad civil hospital) કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ કરી દેવાયું છે.

સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો હોસ્પિટલમાં 424 જેટલા કોરોનના દર્દીઓ દાખલ છે. વધતા કેસોની સંખ્યાને ધ્યાને લેતા હોસ્પિટલમાં વ્યવસ્થામા વધારો કરી દેવાયો છે. હોળી ધુળેટીના તહેવાર ટાણે જ શહેરમાં કોરોનાની કપરી સ્થિતિ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો બાદ જે પરિસ્થતિ થઇ હતી તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાના કુલ 424 એક્ટિવ કેસ દાખલ છે. શનિવારે હોસ્પિટલમાં 109 કેસ નોંધાયા હતા. કુલ કેસમાંથી 60 ટકા દર્દીઓ ઓક્સિજન પર હોવાનુ તબીબો જણાવી રહ્યા છે.  વધતા કેસના કારણે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે તે રીતે અધિકારીઓની ચિંતા પણ વધી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

આ પણ વાંચોઃ-Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

હોસ્પિટલમાં બે દિવસ પહેલા 236 દર્દીઓ હતા જે વધીને હાલ 424 દર્દીઓ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ જે. વી. મોદી જણાવે છે કે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. 8 માર્ચે સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ કોરોનાના દાખલ થયાહતા ત્યારબાદ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

હાલ 426 દર્દીઓ દાખલ છે. છેલ્લા એક અઠવાડિયાથી 60થી 70 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. હાલ જે પણ દર્દીઓ દાખલ થાય છે તેમાં 60 ટકા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી રહી છે. તો બીજે મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણય શાહ જણાવે છે કે જેઓએ વેકસીન લીધેલા હોય તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓના સેમ્પલ પણ પુણે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.મહત્વનું છે કે સિવિલ  હોસ્પિટલમાં પાછલા બે દિવસથી કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના પગલે કોરોનાની આ પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપથી કાબુ મેળવી શકાય તેને લઈ ગત અઠવાડિયામાં માં બે વાર આરોગ્યના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી.
Published by:ankit patel
First published:March 29, 2021, 18:29 pm

ટૉપ ન્યૂઝ