અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

ભાવેશ મહેતાએ ઓફિસનો દરવાજો બંધ કરી યુવતીને સોફા પર સુવડાવી તેની બળજબરી પુર્વક કપડા ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. યુવતી આરોપી ભાવેશ મહેતાનાં આ દુષ્કૃત્યથી ગભરાઈ જતા અર્ધબેભાન થઈ ગઈ હતી.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) વધુ એક યુવતી સાથે દુષ્કર્મની ધટના (rape case) સામે આવી છે. ટેલીનો કોર્સ (Tally's course) શીખવાડવા દરમિયાન મિત્રતા કેળવીને ઉજ્જવળ ભવિષ્યની લાલચ આપી અને નોકરીએ રાખીને માલિકે હવસની ભૂખ સંતોષવાનું શરૂ કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી દાણીલીમડામાં (danilimbada) આવેલી એક કોમ્પ્યુટર ક્લાસીસમાં (Computer classes) ટેલીનો કોર્સ  શીખવા જતી હતી, ત્યારે તે ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ મહેતા નામના યુવક સાથે યુવતી સંપર્કમા આવી હતી. યુવતીને ટેલીનો કોર્સ પુરો થઈ જતા ભાવેશ મહેતાએ તેને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાની જેમાં 12 હજાર પગાર અને આવવા જવાનુ ભાડુ આપવાની ઓફર કરી હતી.જે બાબતે યુવતીએ ઘરે જાણ કરતા માતા-પિતા આનાકાની કરતા હોવાથી ભાવેશ મહેતા એક દિવસ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને યુવતીના માતાપિતાને તેના સારા ભવિષ્યની લાલચ આપીને યુવતીને નોકરી કરવા દેવા માતા-પિતાને મનાવી લીધા હતા. 2019ના જુલાઈ મહિનાથી યુવતી આરોપીને ત્યાં નોકરીએ લાગી હતી.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ! એક જ યુવતીના પ્રેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી બાઈક સાથે બાંધી કૂવામાં ફેંક્યો

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

બે મહિના સુધી ભાવેશ મહેતાએ યુવતી પાસે કોઈ જ કામ કરાવ્યુ ન હતુ. જે બાદ કોમ્પ્યુટરને લગતા ગ્રાહકોના ત્યા કોઈ ફરિયાદ હોય તો તેના નિકાલ માટે યુવતીને સાથે લઈને જતો હતો. અન તે રીતે માલિક યુવતીના નજીક આવતો હતો. એક દિવસ ભાવેશ મહેતા યુવતીને અલગ અલગ ગ્રાહકોના ત્યાં લઈ જઈ બપોરના સમયે ઓફિસ આવ્યો હતો.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

ત્યારે યુવતી કામ કરતી હતી તે દરમિયાન ભાવેશ મહેતાએ ઓફિસનો દરવાજો બંધ કરી યુવતીને સોફા પર સુવડાવી તેની બળજબરી પુર્વક કપડા ઉતારી દુષ્કર્મ આચર્યુ હતુ. યુવતી આરોપી ભાવેશ મહેતાનાં આ દુષ્કૃત્યથી ગભરાઈ જતા અર્ધબેભાન થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

યુવતીને ભાન આવતા તેણે દુષ્કર્મ મામલે માતાપિતાને જાણ કરવાનુ કહ્યુ હતુ. ત્યારે કંપનીના માલિક ભાવેશ મહેતાએ પોતાનાં ફોનમાં તેના નગ્ન ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા છે, અને તે કોઈને વાત કરશે તો બદનામ કરી નાખીશ અને આટલાથી નહી માને તો જાનથી મારી નાખીશે તેવી ધમકી આપી હતી.જેથી યુવતી ગભરાઈ જતા તેણે આ મામલે કોઈને જાણ કરી ન હતી. જે બાદ ભાવેશ મહેતા અવારનવાર યુવતીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો..જોકે અંતે કંટાળીને તેણે પોતાના માતાપિતાને માલિકના દુષ્કૃત્ય અંગે જાણ કરતા ખોખરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:June 11, 2021, 22:43 pm